જામનગરના માહિતી વિભાગમાં ફરજ બજાવતા મદદનીશ માહિતી નિયામક દિવ્યાબેન ત્રિવેદી (જોશી) ના પિતાનું ગઈ મોડી રાત્રે જામનગરની જી.જી.હોસ્પિટલમાં કોરોના ની સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે.જેથી પરિવારજનોમાં ભારે શોકની લાગણી છવાઈ છે. જેઓને ચાર દિવસ પહેલાં કોરોના ની સારવાર માટે જામનગરની ગુરુ ગોવિંદસિંઘ કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં મોડી રાત્રે દોઢ વાગ્યાના અરસામાં તેઓનું નિધન થયું છે, જેઓની સોમનાથ વેરાવળ માં અંતિમક્રિયા કરવામાં આવી છે. માહિતી મદદનીશ ના પરિવારના 86 વર્ષના દાદી સહિતના 4 લોકો કોરોના સંક્રમિત થયા હતા અને તમામ કોરોનાનો જંગ જીતી ગયા છે પરંતુ પિતા કોરોના સામેનો જંગ આખરે હાર્યા હતા.
જામનગરના માહિતી ખાતામાં છેલ્લા ત્રણ વર્ષથી માહીતી મદદનીશ તરીકે ફરજ બજાવતા દિવ્યાબેન કાર્તિકભાઈ ત્રિવેદી (જોષી) કે જેઓ ના પિતા હિતેન્દ્ર ભાઈ ભાનુપ્રસાદ જોષી (ઉંમર 59), જેઓ નિવૃત શિક્ષક હતા, અને સોમનાથમાં તેઓ કોરોના સંક્રમિત બની ગયા હોવાથી ગત 16મી તારીખે તેઓને જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, અને તેઓને કોરોના ની સારવાર આપવામાં આવી રહી હતી. પરંતુ ગઇકાલે મોડી રાત્રે દોઢેક વાગ્યાના અરસામાં તેઓએ કોરોનાની સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. જેથી દિવ્યાબેન ત્રિવેદી (જોશી)ના પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું.
તેઓના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે વહેલી સવારે સોમનાથ લઈ જવાયો હતો. જ્યાં દિવ્યાબેન ના પરિવારના સભ્યો જેમાં દાદી ઉર્મિલાબેન જોશી, મોટા બાપુ ઉમાકાંતભાઈ જોશી, માતા મીનાબેન જોશી, ભાઈ હર્ષ જોશી, અને પતિ કાર્તિક મુકેશભાઈ ત્રિવેદી વગેરેની હાજરીમાં અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર પરિવારમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું હતું.
દિવંગત ને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે જામનગરના માહિતી વિભાગના અધિકારી અને તમામ સ્ટાફ ઉપરાંત જામનગર જિલ્લાના તમામ વહીવટી તંત્ર અને જી.જી. હોસ્પિટલના તબીબોની ટીમ તથા જામનગરના પત્રકાર મંડળના સભ્યો વગેરે એ દિવ્યાબેન ત્રિવેદી ને શોક સંદેશા પાઠવ્યા છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે દિવ્યાબેન જોશીના દાદી કે જેઓ નિવૃત્ત આચાર્ય છે અને 86 વર્ષની વયના છે. જેઓ પણ કોરોના સંક્રમિત બન્યા હતા, અને કોરોનાને માત આપી છે. આ ઉપરાંત શિક્ષણ જગત સાથે સંકળાયેલા તેમના બહેન રિચા જોશી કે જેઓ પણ શિક્ષક છે અને માતા પણ શિક્ષક છે, જેમના પરિવારના 4 સભ્યો કોરોના સંક્રમિત થયા હતા, અને તમામ સભ્યોએ કોરોના ને માત આપી દીધી હતી. પરંતુ પિતા હિતેન્દ્રભાઈ આખરે કોરોના નો જંગ હારી ગયા છે.
જામનગરના માહીતી મદદનીશ ના પિતાનું કોરોના ની સારવાર દરમિયાન મૃત્યુ
માહીતી મદદનીશ ના 86 વર્ષ ના દાદી સહીત પરિવાર ના 3 સદસ્યો કોરોના નો જંગ જીત્યા પરંતું પિતા જંગ હાર્યા: પરિવારમાં શોકનુ મોજુ