Saturday, December 13, 2025
Homeરાજ્યગુજરાતગુજરાતમાં મોટી દુર્ઘટના ટળી, ટ્રેનમાં આગ લાગતા ત્રણ કોચ બળીને ખાખ જુઓ...

ગુજરાતમાં મોટી દુર્ઘટના ટળી, ટ્રેનમાં આગ લાગતા ત્રણ કોચ બળીને ખાખ જુઓ VIDEO

વડોદરાના રેલ્વે યાર્ડમાં ઉભેલી એક ટ્રેનમાં આજે વહેલી સવારે એકાએક આગ ફાટી નીકળી હતી. જેમાં ત્રણ ડબ્બા બળીને ખાખ થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રીગેડના  જવાનો ઘટના સ્થળ પર દોડી ગયા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો. આ ટ્રેનને રાત્રે        નવાયાર્ડ ખાતે મુકવામાં આવી હતી. જ્યારે તેમાં આગ લાગી ત્યારે તે બંધ હતી અને અંદર કોઇપણ વ્યક્તિ ન હતું. આ દુર્ઘટનામાં હજી જાનહાનીનાં કોઇ સમાચાર સામે આવ્યાં નથી.

- Advertisement -

નવા યાર્ડ ખાતે ટ્રેન મુકવામાં આવે છે ત્યાં તેનું યાર્ડ છે. ત્યાં અચાનક આ મેમુ ટ્રેનમાં સવારે છ વાગ્યાની આસપાસ આગ લાગી હતી. જેના કારણે ત્રણ ડબ્બાઓ બળીને ખાખ થઇ ગયા હતા. પોલીસનાં જણાવ્યાં પ્રમાણે ટ્રેનનાં બંધ ડબ્બામાં આગ કઇ રીતે લાગી તે જાણવા માટે એફએસએલની મદદ લેવામાં આવશે. હાલ આ આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે. 

આ આગ વહેલી સવારે છ વાગે લાગી હતી. ત્યારે ત્યાં હાજર લોકોએ પાણી છાંટીને આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ આગ એટલી વિકરાળ હતી કે ફાયર વિભાગની જહેમત બાદ જ આગ પર કાબુ મેળવાયો હતો

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular