દેશમાં 45+ અને 18+ લોકોને વેકસીન આપવામાં આવી રહી છે. સાથે સાથે સરકાર બાળકોને પણ વેકસીન આપવા માટેની તૈયારીઓ કરી રહી છે. તે દરમ્યાન બાળકોને વેકસીન મુદ્દે દિલ્હીની હાઇકોર્ટમાં અરજી થઇ છે. અરજીમાં એ વાત કહેવામાં આવી છે કે, વેકિસન આપતા પહેલાં વેકસીન લેનારની મંજૂરી જરૂરી હોય છે અને બાળકોની ઉંમર 18 વર્ષથી ઓછી હોય, મંજૂરીનો પ્રશ્ર્ન ઉભો થાય છે.
દેશના ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ બે વર્ષથી 18 વર્ષ સુધીના બાળકો અને તરૂણો પર ભારત બાયોટેકની કોવેકસીન રસીના બીજાઅને ત્રીજા તબકકાના કલિનીકલ ટ્રાયલને મંજૂરી આપી છે. આ મામલે હાઇકોર્ટમાં અરજી થતાં અદાલતે કેન્દ્ર સરકાર અને કંપનીને નોટીસ મોકલાવી છે.
સંજીવ કુમાર નામના અરજદાર તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવાયું છે કે, કાયદાના હિસાબે જે વ્યકિત પર ટ્રાયલ કરવામાં આવે તેની મંજૂરી જરૂરી હોય છે. 18 વર્ષથી નીચેના બાળકો સગીર કહેવાય અને તેઓની સહમતી કાયદાકીય રીતે માન્ય ગણી શકાય નહીં.
દિલ્હી હાઇકોર્ટે આ મામલે કેન્દ્ર અને ભારત બાયોટેકને નોટિસ મોકલાવી આ અરજી ઉપર 15 જુલાઇ સુધીમાં તેઓનું વલણ સ્પષ્ટ કરવા જણાવ્યું છે.
બાળકોને વેકસીન મુદ્દે હાઇકોર્ટમાં અરજી
કેન્દ્ર સરકાર તથા ભારત બાયોટેકને અદાલતની નોટીસ