ખંભાળિયા તાલુકાના ઉગમણા બારા ગામે રહેતા ગીરુભા સદુભા વાઢેર નામના 30 વર્ષિય યુવાનને કોઈ કારણોસર બોલાચાલી કરી, ભીખુભા ઉમેદસંગ જાડેજા તથા દાજીભા ઉમેદસંગ જાડેજા નામના બે શખ્સોએ અન્ય બે અજાણ્યા શખસોને સાથે રાખી, બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ઘમકી આપતાં આ બનાવ અંગે સલાયા મરીન પોલીસે આઈ.પી.સી. કલમ 504, 506(2), 114 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


