Wednesday, January 8, 2025
Homeરાજ્યગુજરાતવાવાઝોડાથી મૃત્યુ થયા છે તેમના વારસદારને 2 લાખ નહિ પરંતુ 6 લાખની...

વાવાઝોડાથી મૃત્યુ થયા છે તેમના વારસદારને 2 લાખ નહિ પરંતુ 6 લાખની સહાયની મોટી જાહેરાત

ઈજાગ્રસ્તોને પણ 1લાખની સહાય મળશે

- Advertisement -

ગુજરાતમાં વાવાઝોડાથી કરોડોનું નુકશાન થયું છે. ત્યારે ગઈકાલના રોજ પીએમ મોદીએ 1 કલાક ને 50 મિનિટ હવાઈ નિરીક્ષણ કર્યા બાદ અમદાવાદમાં વડાપ્રધાનની મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક મળી હતી.  બાદમાં તેઓએ ગુજરાતને 1000 કરોડની તત્કાલ સહાય આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત સમગ્ર દેશમાં વાવાઝોડા દરમિયાન મૃત્યુ પામેલાને રૂ.2 લાખનું અને ઈજાગ્રસ્તોને રૂ.50,000ની મદદ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

- Advertisement -

કેન્દ્ર સરકાર દ્રારા આ સહાયની જાહેરાત કર્યા બાદ ગુજરાત સરકાર દ્રારા પણ વાવાઝોડામાં મૃત્યુ પામ્યા છે તેના વારસદારને રૂ.4લાખની સહાયની જાહેરાત કરી છે. અને ઈજાગ્રસ્તોને રૂ.50000ની જાહેરાત કરી છે.

મુખ્યમંત્રીએ ગઈકાલના રોજ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર તરફથી તાઉ’તે વાવાઝોડાથી મૃત્યુ પામેલા લોકોના વારસદારોને ₹ 2 લાખ અને ઇજાગ્રસ્ત લોકોને ₹ 50,000ની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. તદુપરાંત ગુજરાત સરકાર તરફથી વાવાઝોડાથી મૃત્યુ પામેલા લોકોના વારસદારોને ₹ 4 લાખ અને ઇજાગ્રસ્ત લોકોને ₹ 50,000ની સહાય આપવામાં આવશે.

- Advertisement -

આમ કુલ મળીને તાઉ’તે વાવાઝોડાથી મૃત્યુ પામેલા લોકોના વારસદારોને કુલ ₹ 6 લાખ અને ઇજાગ્રસ્ત લોકોને કુલ ₹ 1,00,000ની સહાય આપવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular