જામનગર જિલ્લાના મેઘપર નજીક જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ચાર શખ્સોને રૂા.11,350 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. જામનગર નજીક મોરકંડા રોડ પરથી તીનપતિ રમતા બે શખ્સોને રૂા.10,080 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરમાં વામ્બે આવાસ નજીકથી વર્લીમટકાના આંકડા પર જૂગાર રમતા એક શખ્સને રૂા.1510 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર જિલ્લાના મેઘપર નજીક આવેલા ખુલ્લા વિસ્તારમાં તીનપતિનો જૂગાર રમતા નાગાજણ હરદાસ કારિયા, દેવીયા આલા સીંધીયા, રાણા બુધા ચાવડા, ડાયા ખેતા ચાવડા નામના ચાર શખ્સોને રૂા.11,350 ની રોકડરકમ અને ગંજીપના સાથે પોલીસે રેઈડ દરમિયાન ઝડપી લઇ ચારેયની નોટિસ આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર નજીક મોરકંડા રોડ પરથી તીનપતિ રમતા હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન હાજી ઉમર ખફી, યુનુસ ઈસ્માઇલ ખીરા નામના બે શખ્સોને રૂા.10,080 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતા. જ્યારે ઈસ્માઇલ ઉર્ફે ભુરો નાસી ગયો હતો. જેની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
ત્રીજો દરોડો, જામનગર શહેરના વામ્બે આવાસ મયુરનગર નજીક વર્લીમટકાના આંકડા લખતા દિલીપ ચંદ્રકાંત જેઠવાણી નામના શખ્સને પોલીસે રેઈડ દરમિયાન રૂા.510 ની રોકડ રકમ અને એક હજારનો મોબાઇલ મળી કુલ રૂા.1510 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને પૂછપરછ હાથ ધરતા મુકેશ વાઘેલા, લકુભાઈ, વિનુભાઈ વાઘેલા, લવ આહિર, કારો નામના પાંચ શખ્સો જૂગાર રમતા હોવાની તેમજ દિલીપ રવિ બજરંગ બેકરી નામના શખ્સ પાસે કપાત કરાવતો હોવાનું ખુલ્યું હતું. જેના આધારે પોલીસે સાત શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર જિલ્લામાં ત્રણ જૂગાર દરોડામાં સાત શખ્સો ઝડપાયા
મેઘપર નજીક તીનપતિ રમતા ચાર શખ્સો રૂા.11350 ની રોકડ રકમ સાથે ઝબ્બે : મોરકંડા રોડ પરથી તીનપતિ રમતા બે શખ્સો ઝડપાયા: રૂા.10,080 ની રોકડ રકમ અને ગંજીપના કબ્જે : વામ્બેઆવાસ નજીકનથી વર્લીબાજ ઝડપાયો : 6 શખ્સોની સંડોવણી ખુલ્લી