Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયદેશની અન્ય કંપનીઓ પણ વેક્સિનનું ઉત્પાદન કરશે ?, નીતિન ગડકરીએ કહ્યું કે...

દેશની અન્ય કંપનીઓ પણ વેક્સિનનું ઉત્પાદન કરશે ?, નીતિન ગડકરીએ કહ્યું કે…

- Advertisement -

રસીકરણ એ દેશને કોરોના કટોકટીથી બચાવવાનો શ્રેષ્ઠ માર્ગ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે દેશના ઘણા રાજ્યોમાં રસીની તીવ્ર અછતનો સામનો કરવો પડી રહ્યો છે જેના કારણે કેન્દ્રએ ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીનું નિવેદન સામે છે. તેમણે કહ્યું છે કે દેશની અન્ય કંપનીઓને પણ કોરોનાની વેક્સીન બનાવવા માટેનું લાઇસન્સ આપવું જોઈએ.

- Advertisement -

નીતિન ગડકરીએ કહ્યું કે જો રસીની માંગ વધી રહી છે, તો રસી બનાવવાનો પરવાનો એક કંપનીને બદલે 10 કંપનીઓને આપવો જોઈએ. પહેલા આ કંપનીઓને ભારતમાં જ સપ્લાય કરવા દો અને પછી જો જથ્થો વધારે હોય તો અન્ય દેશોને આપવી જોઈએ. તેમણે કહ્યું, દરેક રાજ્યમાં બેથી ત્રણ લેબ્સ છે. તેમને સેવા તરીકે નહીં પણ 10 ટકા રોયલ્ટી સાથે રસી તૈયાર કરવા દો. આ 15-20 દિવસમાં થઈ શકે છે.

તેઓએ કહ્યું કે વેક્સિનના ઉત્પાદનને લઇને તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે આ અંગે વાટચિત કરશે કે દેશમાં જીવનજરૂરી દવાઓનું ઉત્પાદન વધારવા માટે અન્ય કંપનીઓને પણ મંજુરી આપવી જોઈએ. તેઓએ કહ્યું કે દેશમાં વેક્સિનની માંગ વધી રહી છે પરિણામે અછત સર્જાશે. માટે ખાનગી કંપનીઓને વેક્સિનનું ઉત્પાદન કરવાનું લાયસન્સ આપવું જોઈએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular