Saturday, January 11, 2025
Homeરાજ્યગુજરાત“તૌકતે” વાવાઝોડાની અસર : 84 તાલુકામાં વરસાદ, 1લાખ લોકોનું સ્થાળાંતર કરાયું

“તૌકતે” વાવાઝોડાની અસર : 84 તાલુકામાં વરસાદ, 1લાખ લોકોનું સ્થાળાંતર કરાયું

- Advertisement -

ગુજરાતના માથે સંભવતિ વાવાઝોડા તાઉતેનો ખતરો તોળાઈ રહ્યો છે. તેની અસર રાજ્યના અનેક વિસ્તારમાં જોવા મળી રહી છે. કેટલાક જિલ્લાઓમાં વરસાદ સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. આજે સવારે છ વાગ્યાના આંકડા મુજબ રાજ્યના 21 જીલ્લાના 84 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

- Advertisement -

જેમાં સૌથી વધુ વરસાદ અમદાવાદના ધોળકામાં એક ઈંચ વરસાદ પડ્યો હતો. સુરેન્દ્રનગરના સાયલામાં એક ઈંચ, સુરતના ઉમરપાડામાં એક ઈંચ, છોટાઉદેપરુના કવાંટમાં 22 એમએમ, નવસારીના ખેરગામાં 22 એમએમ, સુરેન્દ્રનગરના વઢવાણ અને વલસાડના પારડીમાં 19 એમએમ, ખેડાના માતર અને મહેમદાબાદમાં 17 એમએમ, અમદાવાદના સાણંદ,પંચમહાલના મોરવાહડફ, સુરેન્દ્રનગરના ચોટીલામાં 12-12 એમએમ  વરસાદ પડ્યો હતો. આ સિવાય રાજકોટ અને જામનગરમાં પણ મોડી સાંજે વરસાદી ઝાપટા પડ્યા હતા.

મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું છે કે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોની સલામતી જળવાઈ રહે અને આગમચેતીના ભાગરૂપે દરિયાકાંઠાના 17 જીલ્લાના સ્થાળાંતર કરવા પાત્ર ગામો માંથી એક લાખથી વધુ નાગરિકોનુ સ્થાળાંતર કરાયુ છે.આ ઉપરાંત આરોગ્ય માટે ૩૮૮ ટીમો તથા મહેસુલી અધિકારીઓની ૩૧૯ ટીમો વરીત પગલાં ભરવા માટે ડીપ્લોય કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular