ઇઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા કેટલા દિવસથી ભીષણ હુમલાઓ ચાલી રહ્યા છે. ત્યારે આજે રોજ ઇઝરાયલ દ્રારા ગાઝા પર એર સ્ટ્રાઈક કરી હતી. જેમાં અલ જઝીરા બિલ્ડીંગ ઉપર બોમ્બ વડે હુમલો કરતા બિલ્ડીંગ ધરાશાઈ થયું છે. ગાઝાની મોટી ઈમારત અલ જઝીરા અને અન્ય મીડિયા આઉટલેટ્સ ધરાવતી બિલ્ડીંગ પર અટેક કરતા બિલ્ડીંગ ધ્વસ્ત થયું છે.
મળતી માહિતી મુજબ અલ જઝીરાના માલિકે જણાવ્યું હતું કે તેઓને ઇઝરાયલી સેનાનો એક કોલ આવ્યો હતો જેમાં તેને ચેતવણી આપવામાં આવી હતી કે તેની બિલ્ડીંગને ટાર્ગેટ કરવામાં આવશે.
ગાઝામાં ઇઝરાઇલી હુમલામાં જે હુમલો થયો છે. તેમાં સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસ અને ન્યૂઝ ચેનલ અલ-જઝિરાની ઓફિસો હતી. આ 12 માળની બિલ્ડીંગમાં ઘણી ઓફિસો હતી.આ મામલે ઇઝરાઇલી સેના તરફથી હજી સુધી કોઈ નિવેદન આવ્યું નથી.