ઈઝરાયલના જબરદસ્ત ‘આયરન ડોમે’ હમાસના 100 રોકેટને હવામાં જ નષ્ટ કર્યા ઇઝરાયલ અને હમાસના સંઘર્ષ વચ્ચે ગાઝામાં 56 લોકોના મૃત્યુ નીપજ્યા છે. હમાસના નવા હવાઈ હુમલાથી બન્ને વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. અને બંને વચ્ચે લગાતાર રોકેટ હુમલાઓ શરુ છે. હાલમાં એક વિડીઓ વાયરલ થઇ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે ઇઝરાયલે ગાઝામાં કરેલા હવાઈ હુમલામાં ગાઝાની 14માળની બિલ્ડીંગ સેકેન્ડોમાં ધરાશાઈ થઇ જાય છે. જેના જવાબમાં હમાસે વધુ રોકેટ છોડ્યા છે
ઇઝરાયલી રોકેટે ગાઝાના રહેણાંક વિસ્તારની બિલ્ડીંગ પર હુમલો કરતા 10 બાળકો સહીત 35 લોકોના મૃત્યુ નીપજ્યા છે. અને 200થી પણ વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે આરપારની લડાઈ જણાઈ રહી છે. બંને તરફથી રોકેટનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ઈઝરાયલ તરફથી આતંકવાદી સંગઠન હમાસ પર નિશાન તાકવામાં આવી રહ્યું છે. આ સંગઠને ઈઝરાયલ પર રોકેટનો મારો ચલાવ્યો હતો. આ બધા વચ્ચે કેટલાક ચોંકાવનારા વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં જોઈ શકાય છે કે, કેવી રીતે ઈઝરાયલના જબરદસ્ત ‘આયરન ડોમે’ મિસાઈલોને હવામાં જ નષ્ટ કરી દીધી.