16મી ફેબ્રુઆરીના રોજ નિફ્ટી ફયુચર ઊંચામાં 15430 નો હાઈ બનાવ્યો અને તે પછી 26મી ફેબ્રુઆરીએ 15524 નો એક ફ્લીક હાઈ બનાવીને બજાર કરેક્શન ના તબક્કામાંથી પસાર થઇ રહ્યું છે. ઈન્ડિકેટરમાં ઓવરબોટ બનતા “સેલ” સિગ્નલ જોવાયુ. ત્યારથી સુધારો આવે છે પરંતુ ટકતો નથી.
> હાલમાં અમારું ઇન્ડિકેટર નરમાઇ તરફી છે.
> હાલમાં 14971 અને 15050 વચ્ચે એક બેન્ડ બનેલ છે જે દૈનિક ચાર્ટમાં બતાવેલ છે.
> આ ઉપરાંત 3 ટકાની સ્વિંગ રિવર્સલ પણ વારંવાર 15000ની સપાટી પાસે રિવર્સલ બતાવે છે.
> હાલમાં નિફ્ટી મેટલ સેક્ટર, ફાર્મા સેક્ટર, જાહેર ક્ષેત્ર સેક્ટર, અને કોમોડિટી સેક્ટર વધારે પડતા તેજી બતાવી રહેલ છે
> સાથે સ્મલકેપ અને મિડકેપ ઓવરબોટ તરફ પ્રયાણ કરે છે.
તો બીજ બાજુ બૅંક નિફ્ટી, રિયાલિટી અને ખાનગી બેંકો ઓવરસોલ્ડ સ્થિતિ તરફ આગળ વધે છે.
આમ ટૂંકમાં ઓવેરલ વિશલેષણ કરતા મિક્સ ટ્રેન્ડઅને નફારૂપી વેચવાલી આવતી જોવા મળશે. ટ્રેડર વર્ગ અચાનક સુધારો આવે તો નફો પણ કરતા જવો.
હાલમાં નિફ્ટી માં 14450 નજીકની ખુબ અગત્યની બોટમ છે અને તે પછી 14150 છે. 14450 હાલમાં હેડ એન્ડ શોલ્ડર ની રચનાનું જમણું શોલ્ડર છે તે તૂટે તો એ પેટર્ન ફેઇલર બને અને 14150 જોખમ માં આવે.
નિફ્ટી દૈનિક ચાર્ટ 9 દિવસીય સાયકલ અને ઇન્ડિકેટર
તેજી હવે 15050 ઉપર ચાલે અને ટકે તોજ જોવા મળે.
અગત્યના ટેકાની સપાટી 14400, 14161, 13924 અને 13689
અગત્યના પ્રતિકાર સપાટી 14641, 14884, 14130 અને 15376 તેની ઉપર જતા તેજીનું તોફાન
સેક્ટર પ્રમાણે ઓવરબોટ થી ઓવરસોલ્ડના ક્રમમાં
Name | OB OS INDICATOR | WEEKLY OB OS INDICATOR | CURRENT VALUE OF INDEX |
Nifty Metal | 57.98 | 92.2 | 5290.9 |
Nifty Pharma | 77.15 | 91.18 | 14079.85 |
Nifty PSE | 83.11 | 85.27 | 3493.5 |
Nifty Commodities | 62.24 | 82.46 | 4953.2 |
NISML250 | 77.66 | 81.79 | 7608.95 |
Nifty Smallcap 100 Free | 78.18 | 80.04 | 8903.45 |
Bank Nifty | 33.89 | 41.05 | 32457.85 |
Nifty Realty | 68.85 | 39.64 | 311 |
NIFTY PVT BANK | 28.27 | 37.08 | 17228.1 |
હાલમાં ગઈકાલના બજારમાં ચાલ જોયા પછી જે શેર ખરીદવાના સંકેત આ મુજબ છે.
બેંક ઓફ બરોડા;
બંધ ભાવ રૂ 78 13મી મેં ના રોજ
હાલના ભાવે ખરીદી શકાય. તથા સ્ટોપલોસ્સ રૂ 74 રાખવો
ઘડામાં રૂ 74 સુધી લઇ શકાય
રૂ 81.25 ઉપર ચાલવા લાગે, ટ્રેડ કરે તો બીજી ખરીદી કરી શકાય અને 1 થી 2 અઠવાડિયામાં રૂ 88 થી 89 અને તેની ઉપર રૂ 95નો ભાવ જોવા મળે.
હાલમાં 12મી મેંના રોજ કંપનીએ વચગાળાની સ્વિંગ હારું 77.85 હતી તે કુદાવી હોવાથી ટૂંકા સમય માટે તેજી તરફી બની ગયેલ છે. ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ બને માટે ખરીદવા ભલામણ છે.