Tuesday, December 24, 2024
Homeરાજ્યગુજરાતરાજ્યમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની યાદીમાં હવેથી આ જ્ઞાતિનો સમાવેશ

રાજ્યમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની યાદીમાં હવેથી આ જ્ઞાતિનો સમાવેશ

- Advertisement -

રાજ્ય સરકારે વધુ એક જ્ઞાતિનો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની યાદીમાં સમાવેશ કર્યો છે. હવેથી “મારૂ કુંભાર’’ જ્ઞાતીનો SEBC કેટેગરીમાં સમાવેશ કરવામાં આવશે. સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગની યાદીમાં જણાવ્યા અનુસાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત (SEBC) વર્ગ યાદીમાં ક્રમાંક: ૯૯ ઉપર “કુંભાર” તથા તેની પેટા જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

- Advertisement -

CM રૂપાણી સરકારે વધુ મહત્વનો નિર્ણય લઈ ‘મારૂ કુંભાર’ જાતિનો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની યાદીમાં સમાવેશ કર્યો છે. ગીર સોમનાથ જિલ્લાના કુંભાર જ્ઞાતિની પેટા શાખા ‘મારૂ કુંભાર’ જેમના દસ્તાવેજોમાં દર્શાવેલું હતું. તેમને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણ પત્ર મેળવવામાં મુશ્કેલી પડતી હતી. જેને ધ્યાનમાં લઈ સરકારે આ મુશ્કેલીનું નિવારણ લાવવા આદેશ કર્યો હતો. જે અંતર્ગત ‘‘મારૂ કુંભાર’’ જાતિના અરજદારોને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર સરળતાથી મળી રહે તે હેતુથી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ઠરાવમાં સુધારો કરી ‘‘મારૂ કુંભાર’’ જાતિનો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 

 ‘મારૂ કુંભાર’ જાતિના અરજદારોને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર સરળતાથી મળી રહે તે હેતુથી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ કરવામાં આવેલા ઠરાવથી હવે સમસ્ત ‘‘મારૂ કુંભાર’’ જાતિના નાગરિકો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રમાણપત્રો અને અન્ય લાભો વધુ સરળતાથી મેળવી શકશે. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular