ગુજરાતમાં કોરોનાના વધી રહેલા સંક્રમણ વચ્ચે 36 શહેરોમાં રાત્રી કર્ફ્યું તેમજ દિવસે વિવિધ પ્રકારના પ્રતીબંધો લગાવવામાં આવતા મીની લોકડાઉન જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. રિટેઈલ સેક્ટર સહીત ધંધા રોજગાર શરુ કરવા નાના વેપારીઓ, સંગઠનો તરફથી રાજ્ય સરકાર તરફથી માંગણીઓ કરવામાં આવી રહી છે. ત્યારે ગઈકાલના રોજ મળેલી બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઇ હતી. જેમાં રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યુ છે કે 18મે બાદ જે તે જીલ્લાની કોવીડ પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવશે.
ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ 18 મે સુધી નાના વેપારીઓને ધીરજ રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કોરોનાની સ્થિતિના આધારે સરકાર નિર્ણય લેશે. રાજ્યમાં કોરોનાના કેસમાં થયેલા ઘટાડા વચ્ચે ધંધા રોજગારને ફરી ધમધમતાં કરવા ગૃહમંત્રી જાડેજાએ કહ્યું, કોરોનાનું સંક્રમણ અટકે તે માટે રાજસ્થાન, દિલ્હી, મહારાષ્ટ્ર અને તમિલનાડુએ સંપૂર્ણ લોકડાઉન નાંખ્યું છે.
રાજ્યમાં વેપાર-ધંધાને અસર ન થાય તે માટે કોવિડ-19ના પ્રોટોકોલના પાલન સાથે જનજીવન રાબેતા મુજબ ચાલુ રહે અને સંક્રમણ અટકે તે માટે જરૂરી નિયંત્રણો સાથે આંશિક લોકડાઉનના સરકારના પ્રયાસો રહ્યો છે.નાના વેપારીઓની ધંધો શરૂ કરવાની રજૂઆતો અંગે જે-તે જિલ્લાની કોરોનાની સ્થિતિનો સંપૂર્ણ ચિતાર મેળવ્યા બાદ નિર્ણય કરાશે તેમ જણાવી જાડેજાએ ધીરજ રાખવા અપીલ કરી હતી.
ગુજરાતમાં ધીરે ધીરે કોરોનાની રફતાર ધીમે પડી રહી હોઈ નવા કેસોની સંખ્યા પણ સ્થિર રહી છે અને બુધવારે છેલ્લા ૧૧૦૧૭ નવા કેસ નોંધાયા છહતા. જયારે 24 કલાકમાં 102 મૃત્યુ નોંધાયા હતા.