ધ્રોલમાં જ્યોતિપાર્ક વિસ્તારમાં રહેતા વૃધ્ધે ત્રણ માસ પહેલાં કરાવેલા ઓપરેશન બાદ તબિયત સારી રહેતી ન હતી. દરમિયાન બુધવારે સાંજના સમયે છાતીમાં દુ:ખાવો થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.
આ બનાવની વિગત મુજબ, ધ્રોલ ગામમાં આવેલા જયોતિ પાર્ક શેરી નં.4 મા રહેતા રામજીભાઈ ખીમજીભાઈ પનારા (ઉ.વ.65) નામના વૃધ્ધે ત્રણ માસ પહેલાં અન્નનળીનું ઓપરેશન કરાવ્યું હતું અને ત્યારબાદથી તેની તબિયત સારી રહેતી ન હતી. દરમિયાન બુધવારે સાંજના સમયે તેના ઘરે છાતીમાં દુ:ખાવો થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જયાં તેનું મોત નિપજ્યાનું તબીબે જાહેર કર્યુ હતું. જેના આધારે હેકો ડી.પી. વઘોરા તથા સ્ટાફે મૃતકના પુત્ર ભાવેશના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ધ્રોલમાં છાતીમાં દુ:ખાવો થતા વૃધ્ધનું મૃત્યુ
ત્રણ માસ પૂર્વે અન્નનળીનું ઓપરેશન : સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત