Thursday, December 26, 2024
Homeરાષ્ટ્રીયદેશમાં ઓક્સિજનની અછત દુર કરવા સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

દેશમાં ઓક્સિજનની અછત દુર કરવા સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

- Advertisement -

સુપ્રીમ કોર્ટે દેશમાં ઓક્સિજનની માંગ અને વિતરણને લઈને મોટો નિર્ણય લીધો છે. દેશમાં કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે સુપ્રીમ કોર્ટે કોવિડ -19 ની મહામારી સામે સામે લડવા માટે અને લોકોની મદદ કરવા માટે 12 સભ્યોની રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સની રચના કરી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ટાસ્ક ફોર્સ બનાવવાનો હેતુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમાનતાના આધાર પર ઓક્સીજનની ફાળવણી મુદ્દે માહિતી મેળવી કોર્ટ સમક્ષ રજુ કરશે.

- Advertisement -

આ ટાસ્ક ફોર્સ સમગ્ર દેશ માટે ઓક્સિજનની જરૂરિયાત, ઉપલબ્ધતા અને વિતરણના આધારે આકારણી કરશે. જસ્ટિસ ડી વાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની બેંચે તેના આદેશમાં એક સદસ્ય રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સ બનાવવાનો આદેશ આપ્યો છે. આ ટાસ્ક ફોર્સ કોવીડના ઈલાજ માટે જરૂરી દવાઓ તેમજ ઉપલબ્ધતા માટે સલાહ આપશે. અને મહામારીમાં ચાલી રહેલ સમસ્યાઓનું નિરાકણ કરવા માટે પણ સલાહ આપશે. તે સાથે જ રાજ્યોને ઓક્સિજન સપ્લાય કરવાની વૈજ્ઞાનિક અને વ્યવહારુ ફોર્મ્યૂલા પણ તૈયાર કરશે. આ ટાસ્કફોર્સમાં 12 સભ્યો રાખવામાં આવ્યા છે.

કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે ભારત ઓક્સિજન સપ્લાયની ક્ષમતા ધરાવતો દેશ છે. ભારતમાં ઓક્સીજનની ક્ષમતા 7હજાર મેટ્રિક ટનની છે. પરંતુ હાલમાં ભારતમાં 10હજાર મેટ્રિક ટન ઓક્સીજનનું  ઉત્પાદન થઇ રહ્યું છે.

- Advertisement -

ટાસ્કફોર્સના સભ્યો

1. ડૉ. ભાબતોશ બિસ્વાસ, પૂર્વ વાઈસ ચાન્સેલર, પશ્ચિમ બંગાળ યૂનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સ, કોલકાતા

- Advertisement -

2. ડૉ. દેવેન્દ્ર સિંહ રાણા, ચેરપર્સન, બોર્ડ ઓફ મેનેજમેન્ટ, સર ગંગારામ હોસ્પિટલ, દિલ્હી

3. ડૉ. દેવી પ્રસાદ શેટ્ટી, ચેરપર્સન એન્ડ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, નારાયણા હેલ્થકેર, બેંગલુરુ

4. ડૉ. ગગનદીપ કાંગ, પ્રોફેસર, ક્રિશ્ચન મેડિકલ કોલેડ, વેલ્લોર, તમિલનાડુ

5. ડૉ. જેવી પીટર, ડિરેક્ટર, ક્રિશ્ચન મેડિકલ કોલેજ, વેલ્લોર, તમિલનાડુ

6. ડૉ. નરેશ ત્રેહાન, ચેરપર્સન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર, મેદાંતા હોસ્પિટલ એન્ડ હાર્ટ ઈન્સ્ટિટ્યૂટ, ગુડગાંવ

7. ડૉ. રાહુલ પંડિત, ડિરેક્ટર, ક્રિટિકલ કેર મેડિસિન એન્ડ ICU, ફોર્ટિસ હોસ્પિટલ, મુલુંડ, મુંબઈ

8. ડૉ. સૌમિત્ર રાવત, ચેરમેન એન્ડ હેડ, ડિપાર્ટમેન્ટ ઓફ સર્જિકલ ગેસ્ટ્રોએન્ટરોલોજી એન્ડ લિવર ટ્રાન્સપ્લાન્ટ, સર ગંગારામ હોસ્પિટલ, દિલ્હી

9. ડૉ. શિવકુમાર સરીન, સીનિયર પ્રોફેસર, એન્ડ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ હીપેટોલીજી, ડિરેક્ટર, ઈન્સ્ટિટ્યૂટ ઓફ લિવર એન્ડ બાઈલિયરી સાયન્સ, દિલ્હી

10. ડૉ. જરીર અફ ઉદવાડિયા, કન્સલટન્ટ ચેસ્ટ ફિઝિશિયન, હિન્દુજા હોસ્પિટલ, બ્રીચ કેન્ડી હોસ્પિટલ એન્ડ પારસી જનરલ હોસ્પિટલ, મુંબઈ

11. સેક્રેટરી મિનિસ્ટ્રી ઓફ હેલ્ડ એન્ડ ફેમિલી વેલફેર

12. કન્વીનર ઓફ ધી નેશનલ ટાસ્ક ફોર્સ (જે પણ સભ્ય હોય) કેન્દ્ર કે કેબિનેટ સેક્રેટરી

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular