મેડિકલના અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવાતી પ્રવેશ પરીક્ષા NEET PG પર વડા પ્રધાન કાર્યાલય તરફથી જરૂરી માહિતી આવી છે. પીએમઓ ઈન્ડિયાએ જણાવ્યું છે કે NEET પીજીની પરીક્ષા ચાર મહિના માટે મુલતવી રાખવામાં આવશે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવાર 2 મે ના રોજ દેશના કોરોનાની વર્તમાન પરિસ્થિતિ વિશે નિષ્ણાંતો સાથે બેઠક કરી હતી. આમાં ઘણા નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેની માહિતી આજે રોજ પીએમ ઓફિસ દ્વારા શેર કરવામાં આવી છે.
આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્રારા એમબીબીએસના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને કોવિડ ડ્યુટીમાં લગાવવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. એમબીબીએસ અંતિમ વર્ષના છાત્રોને ફેકલ્ટીની દેખરેખમાં ટેલીકંસ્લટેસન અને હળવા કોવિડ કેસ પર નજર રાખવા માટે ઉપયોગ કરી શકાય છે. સીનિયર ડોક્ટર્સ અને નર્સોની દેખરેખમાં બીએસસી-જીએનએમની યોગ્ય નર્સોનો પૂર્ણકાલિન કોવિડ નર્સિંગમાં ઉપયોગ કરવામાં આવશે.
પીએમઓએ કહ્યું કે, તે ચિકિત્સાકર્મી જેણે કોવિડ ડ્યૂટીમાં 100 દિવસ પૂરા કરી લીધા છે તેને પ્રતિષ્ઠિત કોવિડ રાષ્ટ્રીય સન્માનથી સન્માનિત કરવામાં આવશે. તેમજ ભવિષ્યમાં આવનાર સરકારી નોકરીઓમાં તેઓને પ્રાથમિકતા આપવામાં આવશે.


