તૃણમૂલ કોંગ્રેસે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ વિજય મેળવ્યો છે અને સતત ત્રીજી વખત રાજ્યની સત્તા જાળવી રાખી છે. સોમવારે મમતા બેનર્જી ટીએમસી વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા છે. 5 મેના રોજ મમતા બેનર્જી સતત ત્રીજી વખત બંગાળના મુખ્યમંત્રી પદના શપથ લેશે. 6 મેના રોજ બંગાળના બાકીના પ્રધાનો શપથ લેશે. ટીએમસીના વિમાન બંદોપાધ્યાય વિધાનસભા અધ્યક્ષ હશે.
5મે ના રોજ મમતા બેનર્જી મુખ્યમંત્રી પદ તરીકેના શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ અંગે મમતાએ કહ્યું છે કે તેઓ એક સરળ શપથ ગ્રહણ કાર્યક્રમ રાખશે. જ્યાં સુધી દેશ કોરોનાની મહામારી સામે જંગ નહી જીતે ત્યાં સુધી તેઓ કોઈપણ પ્રકારની ઉજવણી નહી કરે.પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસની જીત બાદ, પક્ષના સુપ્રીમો મમતા બેનર્જી સોમવારે સાંજે 6વાગ્યે રાજ્યપાલ જગદીપ ધનખડને મળશે અને સરકાર બનાવવાનો દાવો કરશે.. શાસક તૃણમૂલે 292 બેઠકોમાંથી 212 બેઠકો જીતી લીધી છે.
મમતા બેનર્જીએ ભાજપ પર આરોપ લગાવતા કહ્યું છે કે તેમને હિંસા પસંદ નથી. ભાજપ કાર્યાલય પર થયેલા હુમલા અંગેની તેઓ જૂની તસવીરો બતાવી રહ્યા છે. તેમજ ભાજપ અને કેન્દ્રીય દળોએ તેમને હેરાન કરવામાં કશું બાકી રાખ્યું નથી. તેમ જણાવ્યું હતું. મમતાએ કહ્યું કે અમે 24 કલાક કામ કરીએ છીએ અને અમારા લોકો સાથે જોડાયેલા રહીશું.


