Wednesday, December 25, 2024
Homeરાજ્યગુજરાતકોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં લઇને અહીં હેરસલુનની દુકાનો બંધ કરાવાઈ

કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં લઇને અહીં હેરસલુનની દુકાનો બંધ કરાવાઈ

- Advertisement -

ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને પરિણામે રાત્રી કર્ફ્યું લગાવવામાં આવ્યુ છે. ગુજરાતમાં સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ અમદાવાદની છે. અહીં રોજે સંખ્યાબંધ કેસ નોંધાઈ રહ્યા છ. ત્યારે સંક્રમણને ઘટાડવા માટે AMC દ્રારા આજે રોજ વિવિધ જગ્યાઓ પર હેરસલુનની દુકાનો બંધ કરાવવામાં આવી છે.

- Advertisement -

ગુજરાતમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે. અહીં રોજેના 5000થી વધુ કેસ નોંધાય છે. અને મૃત્યુદરમાં પણ વધારો થઇ રહ્યો છે. ત્યારે સતત વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં રાખીને આજે અમદાવાદ મ્યુનીસીપલ કમિશ્નર દ્રારા હેરસલુનની દુકાનો બંધ કરાવવા માટે આદેશ આપવામાં આવતા અનેક વિસ્તારોમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્રારા આ કાર્યવાહી કરવામાં આવી છે.

અંતે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ગઈકાલે કોરોનાના 14296 નવા કેસ નોંધાયા હતા. અને 157 લોકોના મૃત્યુ નીપજ્યા હતા.જે પૈકી માત્ર અમદાવાદ કોર્પોરેશનમાં જ 5790 કોરોનાના કેસ નોંધાયા હતા. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,15,006 પર પહોંચ્યો છે. જેમાંથી 406 લોકો વેન્ટિલેટર પર અને 1,14,600 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 75.54 ટકા છે. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular