Tuesday, December 24, 2024
Homeરાજ્યરાજકોટ પોલીસને 72 કલાકથી ‘સંજય’ મળતો નથી!

રાજકોટ પોલીસને 72 કલાકથી ‘સંજય’ મળતો નથી!

પોલીસે ભાજપાના આ આગેવાનને શોધવા ‘સંજય દ્રષ્ટિ’નો ઉપયોગ કરવો જોઇએ

- Advertisement -

સિવિલ હોસ્પિટલમાં પડ્યા પાથર્યા રહેતા ભાજપ અગ્રણી સંજય અને તેના કૌટુંબિક ભત્રીજાએ કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીને ટોસિલિઝુમેબ ઇન્જેક્શન આપી દીધાનું કહી દર્દીના સંબંધી પાસેથી રૂ.45 હજાર પડાવવાના મામલામાં ગુનો નોંધાયા બાદ સંજય ભૂગર્ભમાં ઉતરી ગયો છે, ત્રણ દિવસ વિતવા છતાં સંજય પોલીસને હાથ નહી આવતા પોલીસ તપાસ સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે.

- Advertisement -

લક્ષ્મીવાડીમાં રહેતા જયંતિભાઇ ત્રિભોવનભાઇ શીશાંગિયાની ભાણેજને સિવિલની કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ જયંતિભાઇના મોબાઇલ પર મેસેજ આવ્યો હતો અને તેમની ભાણેજને તોસીલીઝુમેબ ઇન્જેક્શનની જરૂરિયાત છે તેવી વાત કરી હતી, ત્યારબાદ એ નંબર પરથી ફોન આવ્યો હતો અને અન્ય એક વ્યક્તિએ ડોક્ટર તરીકે વાત કરી ઇન્જેક્શનની વ્યવસ્થા કરી ન શકો તો અમે કરી દેશું તેમ કહી રૂ.45 હજારની વાત કરી હતી. જયંતિભાઇએ ઇન્જેક્શન માટે તૈયારી બતાવતા બીજા દિવસે ફરીથી એ બે શખ્સોએ દર્દીને ઇન્જેક્શન આપી દીધાની વાત કરી રૂ.45 હજારની ઉઘરાણી કરી હતી. ફોન કરનાર શંકાસ્પદ લાગતાં જયંતિભાઇએ તેની ભાણેજને ઇન્જેક્શન અંગે પૃચ્છા કરતા ભાંડો ફૂટ્યો હતો અને તેને ઇન્જેક્શન અપાયું જ નહોતું.

કોઇ ગઠીયા પૈસા પડાવવા કાવતરું ઘડી રહ્યાનું સ્પષ્ટ થતાં જયંતિભાઇએ પોલીસને જાણ કરી ફોન કરી પૈસા લઇ જવાનું કહેતા મયૂર ગોસાઇ નામનો શખ્સ આવ્યો હતો અને પોલીસે તેને ઉઠાવી લીધો હતો. મયૂરે કેફિયત આપી હતી કે, ભાજપ અગ્રણી સંજય ગોસ્વામીના કહેવાથી દર્દીના સંબંધીને ફોન કરી પૈસા પડાવવાની કોશિશ કરી હતી અને સંજયે જ ડોક્ટર તરીકે વાતચીત કરી હતી. પોલીસે મયૂર અને સંજય બચુગીરી ગોસ્વામી સામે ગુનો નોંધ્યો હતો. ગુનો નોંધાતા જ સંજય ભુગર્ભમાં ઉતરી ગયો હતો. ગુનો નોંધાયાના ત્રણ દિવસ વિતી જવા છતાં પોલસને સંજય હાથ આવ્યો નથી. કોરોનાની મહામારીમાં દર્દીને લૂંટવામાં ભાજપના આગેવાનની ભુંડી ભુમિકા બહાર આવતા ચકચાર મચી છે તો બીજીબાજુ અન્ય ગુનેગાર સામે કડકાઇ દાખવતી પોલીસને સંજયની ભાળ નહી મળતાં અનેક સવાલો ઉઠ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular