Sunday, December 22, 2024
Homeરાજ્યમાનસિક બીમારીથી કંટાળીને યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવ્યું

માનસિક બીમારીથી કંટાળીને યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવ્યું

નાઘેડી નજીક બનાવ : ઘટનાસ્થળે મૃત્યુ : જામનગરમાં અગમ્ય કારણોસર વૃધ્ધનો ઝેરી દવા પી આપઘાત : કાલાવડના ટોડામાં બીમારી સબબ પ્રૌઢનું મૃત્યુ

- Advertisement -

જામનગર નજીક આવેલા નાઘેડી ગામના રેલવે ટે્રક પરથી પસાર થતી ટ્રેન હેઠળ માનસિક બીમારીથી કંટાળી યુવાને આત્મહત્યા કરી હતી. જામનગરમાં ગાંધીનગર પાસેના શનિવારીના મેદાનમાં વૃદ્ધે અગમ્યકારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. કાલાવડ તાલુકાના ટોડા ગામમાં રહેતા પ્રૌઢનું બીમારી સબબ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં રહેતો અને છેલ્લાં 3 વર્ષથી માનસિક બીમાર ગુલાબહુશેન ઓસમાણભાઈ ખીરા (ઉ.વ.25) નામનો યુવાને તેની માનસિક બીમારીથી કંટાળી જઇ સોમવારે બપોરના સમયે નાઘેડી નજીક આવેલા રેલવે ફાટક નંબર 205 થી 206 વચ્ચેના ટ્રેક પરથી પસાર થતી ટ્રેન હેઠળ ઝંપલાવતા શરીરે અને ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

બનાવની જાણ થતા 108 એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. જ્યાં તેણે પોલીસમાં જાણ કરતા હેકો એ.એમ. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકના ભાઈ જુમાના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

બીજો બનાવ, જામનગર શહેરના વસંતવાટીકા શેરી નં.12 મા રહેતા કાંતિભાઈ લાખાભાઈ મકવાણા (ઉ.વ.65) નામના વૃદ્ધે ગત તા.8 ના રોજ સાંજના સમયે ગાંધીનગર શનિવારીના મેદાનમાં કોઇ અગમ્યકારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા વૃધ્ધને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર ભરતભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઈ કે.કે. નારિયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.

ત્રીજો બનાવ, કાલાવડ તાલુકાના ટોડા ગામમાં રહેતા અને ખેતી કરતા અજીતસિંહ કુંભાજી જાડેજા (ઉ.વ.55) નામના પ્રૌઢને છેલ્લાં બે માસથી લીવરની બીમારી હોય અને આ બીમારીમાં સોમવારે તબિયત લથડતા સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે હરીશચંદ્રસિંહ વિક્રમસિંહ જાડેજા દ્વારા જાણ કરાતા એએસઆઈ એસ.આર. ચાવડા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular