Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરના તાલુકાના મોટી ભલસાણમાં યુવાને ઝેરી દવા ગટગટાવી

જામનગરના તાલુકાના મોટી ભલસાણમાં યુવાને ઝેરી દવા ગટગટાવી

108 એમ્બ્યુલન્સ દ્વારા જી.જી.હોસ્પિલ ખસેડાયા : સારવાર મળે તે પૂર્વે જ યુવાનનું મોત

- Advertisement -

જામનગર તાલુકાના મોટી ભલસાણ ગામમાં રહેતા યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના મોટી ભલસાણ ગામમાં રહેતા મનોરથભાઈ ખીમજીભાઈ (ઉ.વ.35) નામના યુવાને આજે સવારે કોઇ અગમ્યકારોણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ અંગેની જાણ થતા 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને યુવાનને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, યુવાનને સારવાર આપવામાં આવે તે પહેલાં જ તેનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા પોલીસે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular