જામનગરમાં કોરોનાનું સંક્રમણ ભયાનક સ્થિતિએ પહોંચ્યું છે. હોસ્પિટલમાં બેડની સ્થિતિ પણ સારી નથી. કોવિડ હોસ્પિટલ હાઉસફુલ થઇ ચૂકી છે ત્યારે જામનગરમાં છેલ્લાં 24 કલાકમાં 296 પોઝિટીવ કેસ નોંધાયા છે.આ ગંભીર સ્થિતિને પહોંચી વળવાં વહીવટી તંત્ર સતત દોળધામ કરી રહ્યું છે. છેલ્લાં 24 કલાક દરમ્યાન કુલ 137 દર્દીઓએ કોરોનાને મહાત આપી છે.
જામનગર શહેર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. જામનગરની જી.જી.હોસ્પિટલમાં કોરોના દર્દીઓનો ઘસારો વધતાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. હોસ્પિટલમાં તબીબો સારવારમાં વ્યસ્ત બન્યાં છે. તેની સાથે જામનગરમાં કોરોના પોઝિટીવ કેસનો આંક ચિંતાજનક રીતે વધી રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં જામનગર શહેર વિસ્તારના 184 અને ગ્રામ્ય વિસ્તારના 112 કેસ મળી કુલ 296 કેસ નોંધાયા છે. છેલ્લાં 24 કલાકમાં જામનગર શહેરના 74 અને ગ્રામ્યના 63 મળી કુલ 137 દર્દીઓ કોરોના મૂકત થયા છે. જયારે અત્યાર સુધીમાં જામનગર શહેરમાં કૂલ 272487 સેમ્પલ તેમજ જામનગર ગ્રામ્યમાં કુલ 216893 સેમ્પલનું પરીક્ષણ થયું છે. આજે જામનગરમાં સરકારી ચોપડે એક પણ મૃત્યુ નોંધાયું નથી.
જામનગરમાં વધતાં કોરોના પોઝિટીવ આંક અને મૃત્યુદર ચિંતાજનક રીતે વધી રહ્યા હોય. જી.જી.હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો તંત્ર પણ આ વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા ઉધા માથે થયું છે.