જામનગર સહિત સમગ્ર રાજયમાં કોરોનાનો અજગરી ભરડો વિકરાળ બની રહ્યો છે. આ મહામારીની બીજી લહેર પ્રથમ લહેર કરતાં અનેક ગણી ઝડપે વકરતી જાય છે અને હાલ આ મહામારીમાં પોઝિટીવ કેસોની સંખ્યામાં અનેક ગણો ઉછાળો આવ્યો છે. શનિવારે સાંજે રાજયમાં આજ દિવસ સુધીના સૌથી વધુ 5011 પોઝિટીવ કેસ નોંધાયા છે. આ પરિસ્થિતિમાં રાજય સરકાર દ્વારા એસ.ટી.બસોમાં મુસાફરી માટે સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવવાનું જ બસના કર્મચારી દ્વારા ઉલ્લંઘન કરવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે.
રાજયમાં કોરોના મહામારીનો અજગરી ભરડો સતત વિકરાળ બની રહ્યો છે. શનિવારે રાજયમાં આજ દિવસ સુધીના કોરોનાના સૌથી વધુ રેકોર્ડ બે્ર્રક 5011 પોઝિટીવ કેસ નોંધાયા છે. હાલની કોરોનાની કપરી પરિસ્થિતિમાં રાજય સરકાર દ્વારા સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવવા માટે પ્રજાને અપીલ કરી રહી છે. પરંતુ પ્રજા પાસેથી અપેક્ષા રાખનાર રાજય સરકારના જ કર્મચારીઓ આ સોશ્યલ ડિસ્ટન્સીંગના ધજીયા ઉડાવતાં હોવાની વિગતો બહાર આવી છે. જેમાં જામનગરથી ઉપડતી એસ.ટી વિભાગની બસોમાં ઓનલાઇન બુકિંગ માટે ફરજીયાત સોશ્યલ ડિસ્ટન્સીંગ અમલવારી કરાવવામાં આવે છે. પરંતુ જયારે મુસાફર ઓનલાઇન બુકિંગ બાદ બસમાં બેસે ત્યારે આ બસના ડ્રાઇવર અને કંડકટર દ્વારા ખાલી પડેલી સીટો ઉપર ઠેક ઠેકાણે રોકીને મુસાફરોને બેસાડવામાં આવે છે અને આ સરકારી કર્મચારીઓ દ્વારા જ સોશ્યલ ડિસ્ટન્સીંગના ધજાગરા ઉડાડતી તસ્વીરો જામનગરથી જતી એક એસ.ટી.બસના જાગૃત મુસાફરે રજૂ કરી છે.
દુ:ખદ બાબત એ છે કે, ગત્ વર્ષ કરતાં આ વર્ષે કોરોના મહામારી અનેક ગણી ઝડપી છે ત્યારે રાજય સરકાર કોવીડ ગાઇડલાઇનનું પાલન કરાવવા માટે પ્રજા પાસેથી આકરા દંડની વસૂલાત કરે છે. પરંતુ સરકારી કર્મચારીઓ દ્વારા સોશ્યલ ડિસ્ટન્સીંગ ના ધજાગરા ઉડાડાઇ છે ત્યારે આવા કર્મચારીઓ વિરૂધ્ધ કયારે પગલાં લેવાશે? શું સોશ્યલ ડિસ્ટન્સીંગના ભંગનો દંડ પ્રજાએ જ ચૂકવવાનો? સરકારી કર્મચારીઓ કે નેતાઓને આ દંડ ચૂકવવા માંથી બાકાત રખાયા છે?