જામનગર શહેરના સત્યમ કોલોની અંડરબ્રીજ પાસે આવેલા મીરા રેન્સીડેન્સીમાં આવેલાં ફલેટમાંથી પોલીસે રેડ દરમ્યાન ક્રિકેટનો ડબ્બો ચલાવતાં શખ્સને ઝડપી લઇ 11,800ની રોકડ અને 5,000નું ટીવી તથા 10,000નો મોબાઇલ સહિત રૂા. 27,300ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ 11 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં સત્યમ કોલોની અંડરબ્રીજ પાસે આવેલાં મયુરપાર્કમાં મીરા રેન્સીડેન્સીમાં ફલેટ નંબર-404માં રહેતાં મહિપતસિંહ બાલૂભા વાધેલા નામનો શખ્સ ભારતમાં રમાતી આઇપીએલ 20-20 ટૂનાર્મેન્ટના જીવત પ્રસારણ ઉપર મોબાઇલ ફોન દ્વારા રનફેર અને સેસનનો જુગાર રમાડતો હોવાની મળેલી બાતમીના આધારે પીએસઆઇ આર.એલ.ઓડેદરા તથા સ્ટાફે રેડ દરમ્યાન મહિપતસિંહ બાલૂભા વાધેલા નામના શખ્સની અટકાયત કરી તેના કબ્જામાંથી રૂા. 11,800ની રોકડ, 5,000ની કિંમતનું ટીવી અને એક સેટઅપબોકસ તથા 10,000ની કિંમતનો એક મોબાઇલ અને સોદા લખેલી ડાયરી સહિત રૂા.27,300ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. અને મહિપતસિંહ તથા અસલમ મોબાઇલ નં.98256 11786, નં.44 મોનં.70164 4418, કિશન ઉર્ફે ભૂરો મો.નં.96010 04470, રમેશભાઇ મો.નં.99243 95602, દેવેન્દ્રસિંહ જાડેજા મો.નં.70432 74997, પટેલ મો.નં.83202 85906, સુનિલ મો.નં.63510 97675, પ્રફૂલભાઇ મો.નં.63541 66126, જીગો મો.નં.82002 81803, અતુલ મો.નં.81605 42164, સોની મો.નં.98247 02053 સહિતના 11 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી હતી.