Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતદર 30 સેકન્ડે, ગુજરાતમાં નવો કોરોના કેસ !

દર 30 સેકન્ડે, ગુજરાતમાં નવો કોરોના કેસ !

આગામી દિવસોમાં ખાનગી હોસ્પિટલો ભરપૂર કમાશે !

- Advertisement -

ગુજરાતમાં કોરોનાકાળ દરમ્યાન પ્રથમ વખત એવું બન્યું છે કે, માત્ર 24 કલાકમાં 3000થી વધુ પોઝિટીવ કેસ નોંધાયા હોય. ગઇકાલે સોમવારે રાજયમાં કોરોના પોઝિટીવના 3160 કેસ નોંધાયા છે. દરમ્યાન 24 કલાકમાં 3,00,000 લોકોને રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં રાજયમાં 3 લાખથી વધુ લોકો કોરોના બિમારી ભોગાવ્યા પછી સાજા થયા છે. દર 100 વ્યકિતમાંથી 93 અથવા 94 વ્યકિતઓ સારવાર બાદ સાજી થઇ જાય છે એમ ગુજરાત સરકારના આંકડા જણાવે છે.

- Advertisement -

રાજયમાં ઓકસિજનનું જે કુલ ઉત્પાદન થાય છે તે પૈકી 60% ઓકિસજન સરકારી અને ખાનગી હોસ્પિટલો માટે અનામત રાખવાનો આદેશ ગુજરાત સરકારે આપી દીધો છે. રાજયના 08 મહાનગરોમાં 500-500 બેડ ધરાવતી હોસ્પિટલો કોરોના કેર સેન્ટર તરીકે બનાવવામાં આવશે. ખાનગી દવાખાનાઓ અને નર્સિંગ હોમમાં જયાં આઇસીયુ અને વેન્ટિલેટરની સુવિધા નથી તેવી જગ્યાઓએ કોરોના દર્દી પાસેથી 24 કલાકનો વધુમાં વધુ ચાર્જ રૂા.2000 લઇ શકાશે. આ ઉપરાંત સમગ્ર રાજયમાં માર્કેટયાર્ડ ખાતે તથા અમૂલના પાર્લર ખાતે રૂા.01ની કિંમતે થ્રી લેયર માસ્કનું વિતરણ શરૂ કરવાનો આદેશ થયો છે.

ગુજરાતમાં હાલમાં જે કોરોના દર્દીઓ હોસ્પિટલમાં છે તે પૈકી માત્ર 5% દર્દીઓએ વેકસીન લીધી છે. એવું પણ અમદાવાદથી જાહેર થયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular