Friday, January 3, 2025
Homeરાષ્ટ્રીયએન્ટીલીયા કેસમાં પકડાયેલા સચિન વઝેની કસ્ટડી 7 એપ્રિલ સુધી લંબાવાઇ

એન્ટીલીયા કેસમાં પકડાયેલા સચિન વઝેની કસ્ટડી 7 એપ્રિલ સુધી લંબાવાઇ

- Advertisement -

એન્ટિલિયા કેસમાં પકડાયેલા મુંબઈ પોલીસના સસ્પેન્ડેડ API સચિન વઝેની કસ્ટડી 7 એપ્રિલ સુધી વધારી દેવામાં આવી છે. સ્પેશિયલ કોર્ટે NIAને નિર્દેશ આપ્યા છે કે વઝેને દરેક પ્રકારની મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે. વઝેની કસ્ટડી આજે ખતમ થઈ રહી હતી. જેને ધ્યાનમાં રાખીને NIAની ટીમ વઝેને લઈને સ્પેશિયલ કોર્ટ પહોંચ્યા. કોર્ટ લાવતા પહેલાં NIAએ વઝેની મેડિકલ તપાસ પણ કરાવી.

- Advertisement -

NIAની સ્પેશિયલ કોર્ટે એજન્સીને નિર્દેશ આપવામાં આવ્યા કે 7 એપ્રિલે આગામી સમયે રજૂઆત કરે તે સમયે વઝેના સ્વાસ્થ્ય અને તેમની બીમારીઓ પર ડીટેઈલ્ડ રિપોર્ટ રજૂ કરે. આ પહેલાં સચિન વઝેના વકીલ રોનક નાઇકે કોર્ટને એક એપ્લિકેશન લખી હતી. જેમાં તેઓએ કહ્યું કે વઝેને છાતીમાં દર્દની સાથે સાથે હાર્ટમાં 90% જેટલાં બે બ્લોકેજ છે. આવી સ્થિતિમાં વઝેને તેમના કાર્ડિયોલોજિસ્ટ પાસે જવા દેવામાં આવે, કે જેથી તેમની મેડિકલ ટ્રીટમેન્ટ શરૂ થઈ શકે.

સચિન વઝેના ભાઈ સુધારામે NIAની સ્પેશિયલ કોર્ટમાં એપ્લીકેશન લગાવીને તેમની સાથે મુલાકાતની મંજૂરી માગી હતી. સુધારામે સચિનને કપડાં આપવા માટે કોર્ટ રૂમમાં જ 5 મિનિટની મુલાકાતનો સમય આપવાની ભલામણ કરી હતી. કોર્ટે તે અરજી માન્ય રાખી હતી. જે બાદ કોર્ટરૂમમાં જ સચિન અને સુધારામ વચ્ચે 5 મિનિટની મુલાકાત થઈ હતી.

- Advertisement -

આ દરમિયાન સચિન વઝે અંગે NIAએ વધુ એક ઘટસ્ફોટ કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સચિન વઝે મુંબઈના નરીમાન પોઇન્ટ સ્થિત 5 સ્ટાર હોટલના એક રૂમમાંથી કથિત રીતે ખંડણી વસૂલવાનું એક રેકેટ ચલાવી રહ્યો હતો. આ રૂમ ઝવેરીબજારના એક વેપારી દ્વારા 100 દિવસ માટે બુક કરાવાયો હતો, જેના માટે 12 લાખ ચૂકવવામાં આવ્યા હતા.

NIA દ્વારા કરવામાં આવેલી તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે સચિન વઝે માટે મુંબઈના એક ટ્રાવેલ એજન્ટે સોનાના વેપારીના કહેવા પર 19મા માળે રૂમ નંબર 1964 બુક કરાવ્યો હતો. હોટલને ID પ્રૂફમાં તેમનું ફેક આધારકાર્ડ આપવામાં આવ્યું હતું, જેમાં વઝેનું નામ સુશાંત સદાશિવ ખામકર તરીકે નોંધાયું હતું. સેન્ટ્રલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને હોટલમાંથી ઘણા પુરાવા મળ્યા છે. આમાં સીસીટીવી ફૂટેજ, બુકિંગ રેકોર્ડ્સ અને સ્ટાફનાં નિવેદન સામેલ છે.

- Advertisement -

NIAનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, વઝેને એવી આશંકા હતી કે આગામી સમયમાં તેને છુપાવવું પડી શકે છે. તેથી તેણે આ તૈયારી અગાઉ કરી લીધી હતી. નરીમાન પોઇન્ટ ખાતે હોટલના રૂમમાં સર્ચ ટીમને કંઈ મળ્યું નહીં, પરંતુ સ્ટાફનાં નિવેદનથી સ્પષ્ટ થાય છે કે કેટલાક વઝેને મળવા અહીં આવ્યા હતા. તે 16થી 20 ફેબ્રુઆરી સુધી અહીં રોકાયો હતો. NIAએ અહીંથી 35 કેમેરાના ફૂટેજ જપ્ત કર્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular