Monday, December 23, 2024
Homeબિઝનેસકાલથી બેંકો માટે RBIના નવા નિયમો લાગુ

કાલથી બેંકો માટે RBIના નવા નિયમો લાગુ

ગ્રાહકોની મંજૂરી બાદ જ બેંક ખાતામાંથી કાપી શકશે રાશિ: જો ચુકવણીની રકમ 5,000 રૂપિયા કરતા વધારે હશે તો બેંક ગ્રાહકોને ઓટીપી પણ મોકલશે

- Advertisement -

મોબાઈલ બિલ, અન્ય યુટિલિટી બિલ અને ઓટીટી પ્લેટફોર્મના સબસ્ક્રિપ્શન પર લાગુ ઓટો ડેબિટ સિસ્ટમ ગુરૂવારથી એટલે કે, 1 એપ્રિલ, 2021થી બંધ થઈ જશે. આરબીઆઈએ આ માટે નવા નિયમો બનાવ્યા છે જે નવા નાણાંકીય વર્ષના પહેલા દિવસથી લાગુ થઈ જશે. જો કે, યુપીઆઈની ઓટો પે સિસ્ટમથી આવી ઓટો ડેબિટ ચુકવણી પર કોઈ અસર નહીં પડે.

- Advertisement -

હકીકતે, કેન્દ્રીય બેંકે એડિશનલ ફેક્ટર ઓથેન્ટિકેશન (એએફએ)ને નવી ગાઈડલાઈન લાગુ કરવા માટે 31 માર્ચ સુધીનો સમય આપેલો છે. નવો નિયમ લાગુ થવાથી કરોડો સબસ્ક્રાઈબર્સ પ્રભાવિત થશે. આ નિયમો અંતર્ગત પહેલી એપ્રિલથી બેંકોએ ઓટો ડેબિટ ચુકવણીની તારીખના 5 દિવસ પહેલા ગ્રાહકને એક નોટિફિકેશન મોકલવું પડશે. ચુકવણી તો જ થઈ શકશે જો ગ્રાહક મંજૂરી આપશે.

ઉપરાંત જો ચુકવણીની રકમ 5,000 રૂપિયા કરતા વધારે હશે તો બેંક ગ્રાહકોને ઓટીપી પણ મોકલશે. આ તરફ ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ અસોસિએશન ઓફ ઈન્ડિયાના કહેવા પ્રમાણે મોટા ભાગની બેંકોએ આ માટે પોતાને તૈયાર નથી કરી, આ કારણે બેંકો સાથે જોડાયેલા કાર્ડ નેટવર્ક આ સર્ક્યુલરનું પાલન નહીં કરી શકે.

- Advertisement -

આ નિર્ણયની સૌથી વધુ અસર ખાનગી ક્ષેત્રની બેંકોને થશે કે જેઓ ગ્રાહકો પાસેથી જુદી-જુદી સેવાઓના નામે તોતિંગ ચાર્જ વસુલ કરે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular