Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતે દિલ્હી પાસે રૂા.10,609 કરોડની માંગણી કરી, દિલ્હીએ 127 કરોડ આપ્યા

ગુજરાતે દિલ્હી પાસે રૂા.10,609 કરોડની માંગણી કરી, દિલ્હીએ 127 કરોડ આપ્યા

- Advertisement -

રાજયસરકાર દ્વારા 31 ડિસેમ્બર 2020ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષ દરમિયાન કેન્દ્ર સરકાર સમક્ષ અછત અને અતિવૃષ્ટિને પહોંચી વળવા માટે રૂા. 10,609.78 કરોડની માંગણી કરવામાં આવી હતી. જેમાં અછત પેટે રૂા.3370.31 કરોડ અને અતિવૃષ્ટિ પેટે રૂા.7239.47 કરોડનો સમાવેશ થાય છે. જે પેટે કેન્દ્રસરકાર દ્વારા એનડીઆરએફની મળેલી બેઠકમાં રૂા.127.60 કરોડની રકમ સહાય તરીકે ચૂકવી હતી, તેવી માહિતી વિધાનસભા ગૃહમાં તલાલાના ધારાસભ્ય ભગાભાઇ બારડ દ્વારા પૂછાયેલા એક પ્રશ્ર્નના લેખિત ઉતરમાં મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે જણાવ્યું હતું.

- Advertisement -

રાજયસરકાર દ્વારા અછત પેટે વર્ષ 2019માં મહેસૂલ વિભાગના 08 જાન્યુઆરી, 2019ના પત્રથી સપ્લીમેન્ટરી મેમોરેન્ડમ દ્વારા અગાઉના તા. 03 નવેમ્બર, 2018ના પત્રથી રૂા.1725.25 કરોડની માંગણી ઉપરાંત રૂા.1645.06 કરોડની માંગણી મળીને કુલ રૂા.3370.31 કરોડની માંગણી કરવામાં આવી હતી. આ ઉપરાંત અતિવૃષ્ટિ પેટે વર્ષ 2020માં વિભાગના 15 ઓકટોબર, 2020ના પત્રની રૂા.7239.40 કરોડની માંગણી કરવામાં આવી હતી.

મહેસૂલ પ્રધાન કૌશિકભાઇ પટેલના જણાવ્યા પ્રમાણે, અછત સંદર્ભે કેન્દ્ર સરકારની એનડીઆરએફની હાઇ લેવલ કમિટીની 29 જાન્યુઆરી,2019થી બેઠકમાં રૂા.127.60 કરોડની રકમ સહાય તરીકે એનડીઆરએફમાંથી શરતોને આધિન મજુર કરવામાં આવી હતી. જે અંતર્ગથ રાજયની એસડીઆરએફની 01 એપ્રિલ 2018ના રોજ રૂા. 2355.12 કરોડની સિલક હતી. જેના 50 ટકા લેખે 1177.53 કરોડ થાય પરંતુ હાઇ લેવલ કમિટી દ્વારા મંજૂર કરાયેલી રકમ રૂા.127.60 કરોડ હતી.

- Advertisement -

ઉકત રકમ 50 ટકા કરતાઓછી હોય રાજયને ખરેખર મળવાપાત્ર રકમ શૂન્ય થાય તેવો પ્રત્યુતર કેન્દ્ર સરકારના 20 ફેબ્રુઆરી 2019ના પત્રથી મળેલ છે. જેથી કેન્દ્ર સરકાર દ્વારા ફંડ ફાળવણીનો પ્રશ્ર્ન રહેતો નથી. જયારે અતિવૃષ્ટિ માટે માંગેલી સહાય સંદર્ભે 06 મહિનાનો સમય વીતી ગયો હોવા છતાં. પણ કેન્દ્રસરકાર તરફથી હજુ કોઇ પ્રત્યુતર મળ્યો નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular