જામનગર શહેરમાં રામેશ્વરનગરમાં રહેતા યોગેશ ઉર્ફે કારો રમેશ નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પીઆઈ કે.જે. ભોયે ની સૂચનાથી સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યોગેશના મકાનમાંથી રૂા.60 હજારની કિંમતની ઈંગ્લીશ દારૂની 120 બોટલો મળી આવતા પોલીસે આ દારૂનો જથ્થો કબ્જે કરી શખ્સની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. બીજો દરોડો, જામનગર જિલ્લાના મેઘપર નજીકથી પોલીસે વિજયસિંહ અગરસિંહ ચુડાસમા પાસેથી 500 ની કિંમતની દારૂની એક બોટલ મળી આવતા પૂછપરછ હાથ ધરતા આ દારૂની બોટલ ખાનુભા જીવુભા જાડેજા નામના શખ્સ પાસેથી ખરીદ્યાનું જણાવ્યું હતું.