જામનગર શહેરમાં ઈન્દીરા રોડ પર એક માસ અગાઉ થયેલી માથાકૂટનો ખાર રાખી યુવાનના ઘરમાં બે શખ્સોએ ઘૂસી જઈ બોલાચાલી કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગરમાં ઈન્દીરા રોડ પરના વિસ્તારમાં રહેતા રાહુલ લીલાપરા નામના યુવકને એક માસ પૂર્વે યોગેશ પરમાર નામના શખ્સ સાથે બોલાચાલી થઈ હતી આ બોલાચાલીનો ખાર રાખી યોગેશનો મિત્ર પિન્ટુ પટેલ અને પ્રદિપસિંહ ઉર્ફે છોટીયો નામના બે શખ્સો સોમવારે મધ્યરાત્રિના સમયે રાહુલના ઘરમાં ઘૂસી આવ્યા હતાં અને બોલાચાલી કરી રાહુલને પતાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવ અંગેની જાણ કરતા હેકો એમ.પી. ગોરાણીયા તથા સ્ટાફે બે શખ્સો વિરૂધ્ધ ઘરમાં ઘુસી ધમકી આપ્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.