શું યુ.એસ. રાષ્ટ્રપતિ જ જો બાઈડેન સંપૂર્ણ રીતે ફિટ છે? આ પ્રશ્ન સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોથી ઉભો થયો છે. જેમાં બાઈડેન વિમાનની સીડી પર ચઢતી વખતે ત્રણ વખત પડ્યા હતા. પરંતુ તેને કોઈ ઈજાઓ થઇ નથી અને બાદમાં પોતે પ્લેનમાં બેસી જાય છે. જોકે, વ્હાઇટ હાઉસે આ ઘટનાને લઇને હવાને જવાબદાર ગણાવી હતી. રાષ્ટ્રપતિ જો બાઈડેન શુક્રવારના રોજ એટલાંટાના પ્રવાસે જઈ રહ્યા હતા. ત્યારે તેઓ પ્લેનમાં બેસવા જતી વખતે સીડીઓ ચઢી રહ્યા હતા અને 3 વખત પડી ગયા હતા.