Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતવિધાનસભામાં શુક્રવારે મુખ્યમંત્રીનું આક્રમક સ્વરૂપ જોવા મળ્યું

વિધાનસભામાં શુક્રવારે મુખ્યમંત્રીનું આક્રમક સ્વરૂપ જોવા મળ્યું

સરકારની દાળ બગડી અને દાળ ગળી નહીં, એ મુદે્ માધ્યમોમાં ટીકાઓ

- Advertisement -

વિધાનસભામાં વિપક્ષ સતત બીજા દિવસે આક્રમક મૂડમાં જોવા મળ્યો હતો. ગરીબોને અપાતી તુવેરદાળમાં સરકાર નફાખોરી કરતી હોવાના મુદ્દે વિપક્ષના પ્રશ્ર્નોના મારા વચ્ચે શુક્રવારે સરકાર બચાવની ભૂમિકામાં આવી ગઇ હતી. કોંગ્રેસના સભ્યોના પુરાવા સાથેના પ્રશ્ર્નો સામે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા અટવાઇ જતાં ખુદ સીએમ વિજય રૂપાણીએ મોરચો સંભાળવો પડ્યો હતો.

- Advertisement -

કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પ્રશ્ર્ન ઉઠાવ્યો કે સરકાર પ્રતિ કિલો રૂ. 39 ભાવે તુવેર દાળની ખરીદી કરે છે અને ગરીબોને 61 રૂપિયામાં વિતરણ કરે છે તો કિલોએ 22 રૂપિયા લેખે ગરીબો પાસેથી નફાખોરી કરે છે. સરકારે પ્રથમ તો દાળની ખરીદી કરાતી હોવાનો ઇન્કાર કર્યો હતો. બીજીતરફ કોંગ્રેસના શૈલેષ પરમારે પુરવઠા નિગમનો દાળની ખરીદીના ભાવ સ્પષ્ટ રીતે દર્શાવતો ઠરાવ પુરાવા રૂપે રજૂ કર્યો હતો. ધાનાણીએ કહ્યું કે પરિપત્રને મહિનો પણ થયો નથી છતાં તમે આ વાત સ્વીકારતા નથી, કઇ સરકાર મલાઇ ખાઇ જાય છે? ધાનાણીના ઉચ્ચારણ સાથે જ મુખ્યમંત્રી સહિત બંને પક્ષના તમામ નેતા ઉભા થઇ ગયા ગયા. વિપક્ષે દાળમાં કંઇક કાળું છે એવા સૂત્રોથી ગૃહ ગજવ્યું હતું.

અપૂરતી તૈયારીને કારણે સચિવ જવાબ મોકલી ન શકતા અને મંત્રી રાદડીયા જવાબ આપી ન શકતાં વિપક્ષના આક્રમણ સામે સરકાર ઘેરાઇ ગઇ હતી. આથી અકળાયેલા રૂપાણીએ તેમની બોડી લેંગ્વેજથી જ રાદડીયા અને સચિવને ખખડાવી નાખ્યા હતા.

- Advertisement -

રાદડિયા વારંવાર જવાબ બદલતા સરકાર ફસાઈ હતી. પહેલા કહ્યું કે સરકાર દાળ ખરીદતી જ નથી. પછી કહ્યું નાફેડ પાસેથી લઇ પ્રોસેસ કરાવી આપીએ છીએ. પછી કહ્યું પરિપત્ર પ્રમાણેના ભાવે ખરીદી થઇ નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular