ગુજરાતમાં પતિના ત્રાસથી કંટાળીને સ્ત્રીઓ આત્મહત્યા કરી લેતી હોવાની કે પોલીસ દફતરમાં પતિથી કંટાળીને ફરિયાદ નોંધાવવાના કિસ્સાઓ રોજે સામે આવતા હોય છે. ત્યારે આજે એવા બે બનાવો બન્યા છે જેમાં પોતાની પત્નીઓના ત્રાસથી કંટાળીને બે યુવકોએ આપઘાત કરી લીધો છે. જે પૈકી એક વડોદરાનો યુવક અને અને એક સુરતનો યુવક છે.
વડોદરાના બાજવાના કરચિયા ગામે વકીલાતનો અભ્યાસ કરતા યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.સિરિષ દરજી નામના યુવકે સ્યુસાઇડ નોટ લખી ગળેફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. પત્નીના ત્રાસ તેમજ નાણાકીય ભીડને લીધે યુવકે પગલું ભર્યું છે અને સ્યુસાઈડ નોટ પણ સામે એવી છે. જેમાં તેણે પોતાની પત્ની અને સાસુ-સસરા પર આક્ષેપ લગાવ્યા છે.હું આત્મહત્યા કરી રહ્યો છું, તે આત્મહત્યા નથી, પણ મર્ડર છે. મને મરવા માટે મજબૂર કરનારા મારી પત્ની તથા તેના મા-બાપને સજા થાય, એવી મારી આશા છે. બીજી તરફ યુવાનની માતાએ પણ કેનાલમાં કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો, પરંતુ, લોકોએ તેમને બચાવી લીધા હતા.
અન્ય બનાવ જેમાં સુરતની ડિંડોલી વિસ્તારની સોસાયટીમાં રહેતા હેમંત નવીનચન્દ્ર પટેલ નામના એકાઉન્ટન્ટે આપઘાત કર્યો છે. પારિવારિક ઝગડામાં લાગી આવતા ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કર્યો હતો. યુવકના ખીસ્માંથી સ્યુસાઇટ નોટ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે મારો મૃતદેહ પત્નીને આપવો નહિ.