દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના દાતા ગામના માથાભારે જસવંતસિંહ ઉર્ફે જેસંગજી ઉર્ફે હકો બળુભા ઉર્ફે બળવંતસિંહ જાડેજા નામના શખ્સ વિરૂધ્ધ પાસાની દરખાસ્ત કલેકટર મજુંર કરાતા એલસીબી પીઆઇ જે.એમ.ચાવડા તથા ટીમ દ્વારા જસવંતસિંહની ધરપકડ કરી અમદાવાદની જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.