ઇરાકમાં યુએસ સૈન્યની છાવણીઓ પર બુધવારે મિશાઈલ હુમલો કરવામાં આવ્યો હતો. સુરક્ષા સ્ત્રોતો દ્રારા આ જાણકારી સામે આવી છે. ઈરાકના એન અલ અસદ- એરબેઝ પર બુધવારના રોજ 10થી વધુ મિશાઈલ ફેંકવામાં આવી છે. સવારે 7.20 વાગ્યે આ હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. આ હુમલામાં કોઈ જાનહાની થયાની માહિતી સામે આવી નથી.
યરબેઝથી આઠ કિલોમીટર દૂર આવેલા લોંચપેડથી 13 જેટલા રોકેટ છોડવામાં આવ્યા હતા. બગદાદ ઓપરેશન કમાન્ડના અધિકારીએ આ અંગે માહિતી આપી. આ એરબેઝ પશ્ચિમી અંબાર પ્રાંતમાં સ્થિત છે. બીજી તરફ, પોપ ફ્રાન્સિસ એવા સમયે મુલાકાત લઈ રહ્યા છે જ્યારે ઇરાકમાં સુરક્ષાની સ્થિતિ કથળી છે. ત્રણ વર્ષમાં પહેલીવાર રાજધાની બગદાદમાં મોટો આત્મઘાતી હુમલો થયો હતો.
ઇરાકમાં યુએસ સૈન્યને સતત નિશાન બનાવવામાં આવી રહ્યું છે. તાજેતરમાં યુએસ આર્મીની એક ટુકડી ઇરાકી શહેર નસિરીઆહ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ સ્થળ દક્ષિણ ઇરાકમાં સ્થિત છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, એક દિવસ અગાઉ અમેરિકન સૈનિકોના કાફલા પર બોમ્બ વડે હુમલો કરવામાં આવ્યો હતો.
ઇરાકમાં 2500 યુ.એસ. સૈન્ય તૈનાત છે. આ પહેલા સોમવારે પણ યુએસ સૈન્ય મથક પર મિસાઇલ હુમલો થયો હતો. જેમાં એક નાગરિક માર્યો ગયો હતો અને 9 લોકો ઘાયલ થયા હતા.