ગુજરાતમાં જીલ્લા –તાલુકા પંચાયતની અને નગરપાલિકાની ચૂંટણીઓને લઇને તા.28 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજવામાં આવ્યું હતું. જેના આજે પરિણામો જાહેર થયા છે પંચમહાલ જીલ્લા પંચાયતની તમામ 38 બેઠકો પર ભાજપે ભગવો લહેરાવ્યો હતો.પંચમહાલની 38 બેઠકો પૈકી 4 બેઠક પર ભાજપ બીનહરીફ જાહેર થયું હતું. ત્યારે અન્ય 34 બેઠક પર પણ ભાજપે ભગવો લહેરાવ્યો છે.
પંચમહાલ જીલ્લા પંચાયતની 38 બેઠકો પૈકી દલવાડા, કાનપુર, નાંદરવા અને અણીયાદ બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. ત્યારે અજય 34 બેઠકો પર આજે ચૂંટણી યોજાઈ હતી જેમાં તમામ બેઠક પર ભાજપે વિજય મેળવ્યો છે. અને કોંગ્રેસના સુપડા સાફ થયા છે. 31 જીલ્લા પંચાયતોની આજે મતગણતરી કરવામાં આવી છે. જેની જીલ્લા પંચાયતની 980 બેઠકો પર અત્યાર સુધી 781 બેઠક પર ભાજપનો, 166 બેઠક પર કોંગ્રેસનો, 3 બેઠક પર આમ આદમી પાર્ટી, 2 બેઠક પર બીએસપી અને 4 અન્યનો વિજય થયો છે. જે પૈકી