હાલમાં એક વિડીયો સોશીયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં યુવક બ્રીજ પર ઉભો હોય છે. અને બ્રીજ નીચે વહેતી નદીમાં કુદકો મારી આપઘાત કરે છે. આ સમગ્ર દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. વિડીયો સુરતનો હોવાનું સામે આવ્યું છે.સુરતના કામરેજમાં તાપી નદી પર આવેલ બ્રીજ પરથી યુવકે નદીમાં છલાંગ લગાવી છે. ગત સાંજે પાંચ કલાકે યુવકે તાપી નદીના બ્રીજ પરથી કુદકો મારી આપઘાત કરી લીધો હતો. યુવક છલાંગ લગાવી રહ્યો હતો ત્યારે સામેની બાજુએ લોકોએ બુમો પાડી તેને રોક્યો હતો.
જો કે તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. અને યુવકે બેગ સાથે મોતની આખરી છલાંગ લગાવી હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.