Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતરવિવારની રજા પછી, સોમવારથી ગુજરાતમાં સૂર્યનારાયણ ઉનાળો પાથરશે

રવિવારની રજા પછી, સોમવારથી ગુજરાતમાં સૂર્યનારાયણ ઉનાળો પાથરશે

આ ઉનાળા દરમ્યાન ઠંડીનો એક રાઉન્ડ આવવાની હવામાન વિભાગની આગાહી

- Advertisement -

દેશમાં ઠંડી લગભગ ના બરાબર રહી ગઈ છે અને ગરમીની પણ શરૂઆત થઈ ગઈ છે. હાલ ગુજરાતમાં પણ લોકોને ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. તો સાથે જ હવે રાત્રે ઘરનાં પંખા પણ ચાલુ થઈ ગયા છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી એક માર્ચથી સત્તાવાર રીતે ઉનાળાની શરૂઆત થઈ જશે તેમ જણાવી દેવામાં આવ્યું છે. પરંતુ હજી ફરી એકવાર ગુજરાત સહિતના રાજ્યોમાં ઠંડીનો હજી એક રાઉન્ડ આવે તેવી શક્યતા છે. આમ થવા પાછળનું કારણ હિમાચલ પ્રદેશ સહિતના ઉત્તર ભારતના રાજ્યોમાં આકરી ઠંડી પડી રહી છે.

- Advertisement -

રાજ્યના હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું છે કે, રાજ્યમાં 48 કલાક બાદ એટલે કે 2 દિવસ બાદ ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે અને 2 દિવસ બાદ રાજ્યમાં લઘુત્તમ તાપમાન 2થી 4 ડિગ્રી સુધી ઘટી શકે છે. આ ઉપરાંત જયંત સરકારે એમ પણ જણાવ્યું છે કે, આગામી દિવસોમાં રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થશે એટલે કે બપોરે લોકોને ગરમીનો અહેસાસ થશે, જ્યારે રાત્રે ઠંડીનો અનુભવ થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular