જૂનાગઢની ધ ફર્ન લિયો રિસોર્ટના હોટેલના એકાઉન્ટ વિભાગમાં ફાયનાન્સ કન્ટ્રોલર તરીકે નોકરી કરતા અતુલગિરી કાળુગિરી ગૌસ્વામી (ઉ. 34) એ હોટલ વિભાગના કેશિયર રાકેશ બિપીનભાઇ માંડવિયા સામે ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છેકે, હોટલની આવકની રકમ રોજ ઓનર ઓફિસના એકાઉન્ટ વિભાગમાં જમા કરાવવામાં આવે છે.
જેમાં તા. 10 જાન્યુ. 2021ની હોટલ વિભાગની કુલ રોકડ આવક અને ઓનર ઓફિસના એકાઉન્ટ વિભાગમાં જમા કરાવેલી રકમની સરખામણી કરતાં તા. 10 જાન્યુ. 2021 થી તા. 13 ફેબ્રુ. 2021 દરમ્યાન હોટલ વિભાગની આવક રૂ. 10,87,297 હોવાનું. તેને બદલે કેશિયર રાકેશ બિપીનભાઇ માંડવિયાએ રૂ. 6,30,824 જમા કરાવ્યા હતા. આ રીતે તેણે રૂ. 4,56,473 જમા ન કરાવી હોટલ મેનેજમેન્ટ સાથે છેતરપિંડી કરી હતી. આથી બનાવ અંગે પીએસઆઇ એન. કે. વાજાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાકેશ નામનો આ શખ્સ મુળ જામનગરનો હોવાનું અને હાલ જુનાગઢ રહેતો હોવાનું જાહેર થયું છે.