સૌરાષ્ટ્ર બેડમિન્ટન એસોસિએશન અને સુમેર સ્પોટર્સ કલબ દ્વારા જામનગર ખાતે ઓપન સૌરાષ્ટ્ર કચ્છ બેડ મિન્ટન ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટૂર્નામેન્ટનો આજથી પ્રારંભ થયો હતો. સુમેર સ્પોટર્સ કલબ ખાતે યોજાનાર આ ટૂર્નામેન્ટમાં ગર્લ્સ-બોયઝ, સીંગલ-ડબ્બલ, મીકસ ડબલ્સ, અંડર-19થી લઇ ઓપન કેટેગરીના વિવિધ સાત વિભાગોમાં તા.28 ફેબ્રુઆરી સુધી ટૂર્નામેન્ટ યોજાશે. આજે આ ટૂર્નામેન્ટનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો. સૌરાષ્ટ્ર કચ્છના બેડમિન્ટન ખેલાડીઓ આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયાં હતાં.