રાજયની 6 મહાપાલિકાની 575 બેઠકોની ચૂંટણી પરિણામોમાં ભાજપને સ્પષ્ટ બહુમતિ મળી છે. ત્યાર બીજી તરફ કોંગ્રેસના સુપડા સાફ થતાં, પક્ષની નિષ્ફળતાને પગલે 6 શહેર કોંગ્રેસ પ્રમુખોએ રાજીનામા ધરી દીધા છે.
કોંગ્રેસની નિષ્ફળતા ફરીથી છતી થઇ છે અને હવે દર વખતની જેમ આ વખતે પણ રાજીનામાના દોર શરૂ થયા છે. જેમાં સૌથી પ્રથમ રાજીનામું રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર દ્વારા આપવામાં આવ્યું છે. ત્યારબાદ ભાવનગરમાં કોંગ્રેસમાં રકાસ થતાં શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાધાણી તથા જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ રાજીનામું આપ્યું છે. સૂરતમાં બાબુભાઇ રાયકાએ કોંગ્રેસના પરાજયને લઇને રાજીનામું આપી દીધું છે. અમદાવાદમાં શહેર કોંગ્રેસ પ્રમુખ શશિકાંત પટેલે પણ રાજીનામું આપ્યું છે. બીજી તરફ સુરતમાં કોંગ્રેસના બની બેઠેલા નેતાઓ સામેના આક્રોશને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા શહેર કાર્યલયો ઉપર તોડફોડ કરીને શહેર પ્રમુખોના પુતળા પણ બાળ્યા હતા. સાથે સાથે પૂર્વ કેન્દ્રિય મંત્રી તુષાર ચૌધરીના નામના છાજિયા પણ લીધા હતા. સુરતમાં કોંગ્રેસના તમામ નેતાઓએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને રાજીનામું મોકલીને અજ્ઞાતસ્થળે જતા રહ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.
કોંગ્રેસમાં રકાસ પછી રાજીનામાનું રમખાણ
શહેરોના પ્રમુખોના રાજીનામાઓ ધડાધડ પડયા: ગણતરીના દિવસોમાં જ જામનગર કોંગ્રેસ પ્રમુખ દિગુભાનું પણ રાજીનામું