રાજ્યમાં ઘણી જગ્યાએ દીપડાઓ ગામમાં ઘુસી જતા લોકો અને પશુઓ પર હુમલો કરતાના સમાચારો સામે આવતા હોય છે. અને અનેક લોકોના મૃત્યુ પણ નીપજ્યા છે. જયારે આવી વધુ એક ઘટના સામે આવી છે. કોડીનારના દેવળી ગામમાં એક દીપડાએ ત્રણ વર્ષની બાળકી પર હુમલો કરતા તેણીનું મૃત્યુ નીપજ્યું છે. જેના લીધે ગામમાં ભયનો માહોલ સર્જાયો છે.
કોડીનારના દેવળી ગામે છેલ્લા 4 દિવસથી માનવભક્ષી દીપડાના આતંકથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ ગામમાં રહેતા કેશુભાઈ પ્રતાપભાઈ ચૌહાણની છોગાળા રોડ પર આવેલ વાડીમાં પરપ્રાંતીય કામ કરવા માટે આવેલ હોય અને તેની ત્રણ વર્ષની દીકરી નમ્રતા સુભાષ વસાવે ખેતરમાં રમી રહી હતી ત્યારે દીપડો ખેતરમાં ઘુસી જતા બાળકી પર હુમલો કર્યો હતો. અને ગંભીર રીતે ઘવાયેલ નમ્રતાનું મૃત્યુ નીપજ્યું હતું. જેના લીધે પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. આ જ ગામમાં ત્રણ ચાર દિવસ પૂર્વે પણ દીપડાએ એક પાંચ વર્ષની બાળકી પર હુમલો કર્યો હતો. આ માનવભક્ષી દીપડાને પાંજરે પુરવા માટે તંત્ર દોડતું થયું છે. અને ગામમાં વિવિધ જગ્યાએ પાંજરા મૂકી દીપડાને પકડવાની કામગીરી હાથ ધરી છે.