જામનગર શહેરના દિગ્જામ સર્કલ પાસેના હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતાં યુવાનો જામનગરના લાખોટા તળાવમાંથી મૃતદેહ સાંપડતા પોલીસે આગળની કાર્યવાહી હાથધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના દિગ્જામ ર્સકલ પાસે આવેલા હનુમાન ટેકરી વિસ્તારમાં ભાડાંના મકાનમાં રહેતાં અને મુળ કલ્યાણપુર તાલુકાના ભાડથર ગામના વત્ની હસમુખભાઇ લખુભાઇ ચાવડા (ઉ.વ.28) નામના યુવાનનો મૃતદેહ શહેરના મિગકોલોની પાસેના તળાવમાંથી મળી આવતાં ફાયર વિભાગે સ્થળ પર પહોંચી મૃતદેહને બહાર કાઢી પોલીસને સોંપી આપ્યો હતોે. જેના આધારે પીએસઆઇ વી.કે.રાતિયા તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથધરી હતી.
જામનગરના લાખોટા તળાવમાંથી યુવાનનો મૃતદેહ સાંપડયો
પાછલાં તળાવમાંથી ફાયરટીમે લાશ બહાર કાઢી: પોલીસ દ્વારા કાર્યવાહી