Thursday, December 26, 2024
Homeરાજ્યલાલપુર તાલુકાનાં જીલ્લા/તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારો નીમીટીંગ યોજાઈ

લાલપુર તાલુકાનાં જીલ્લા/તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારો નીમીટીંગ યોજાઈ

સિક્કા નગરપાલિકાના ઉમેદવારો પણ ઉપસ્થિત રહ્યા

- Advertisement -

જામનગરના લાલપુર તાલુકા નાં જીલ્લા/તાલુકા પંચાયત ના તથા સિક્કા નગરપાલિકા ના ઉમેદવારો ને કોંગ્રેસ અગ્રણી ઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ કોંગ્રેસ ના ઉમેદવારોના ચુંટણી કાર્યાલયનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.

- Advertisement -

પ્રદેશ કોંગ્રેસ સમિતિના સહપ્રભારી જીતેન્દ્ર બઘેલ, જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જીવણભાઈ કુંભારવાડીયા તથા પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી (પ્રોટોકોલ) બિપેન્દ્નસિહં જાડેજા, જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ કણૅદેવસિહ જાડેજા, જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી (સંગઠન) કે.પી.બથવાર, બેડ બેઠકનાં પ્રભારી પ્રદિપસિંહ વાળા, કોંગ્રેસ અગ્રણી પ્રવિણસિંહ જાડેજા તથા જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દરેક જીલ્લા/તાલુકા પંચાયત ના ઉમેદવારો ને પ્રદેશ કોંગ્રેસ સમિતિના સહ પ્રભારી જીતેન્દ્ર બઘેલ દ્વારા ચુંટણીમાં દરેક બેઠક ઉપર વ્યુહરચના સમજાવી હતી.

- Advertisement -

જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જીવણભાઈ કુભંરવાડીયા તથા બિપેન્દ્નસિહં જાડેજા એ દરેક બુથ લેવલે માઈક્રો પ્લાનિંગ કરી એક પણ મતદાન મથકે મત વેડફાય નહિ તેવું માગૅદશૅન આપીને દરેક ઉમેદવારોને વિગતવાર માહિતી આપી હતી. આ કાયૅક્રમનું સંચાલન અને સંકલન પ્રદિપસિંહ વાળાએ કર્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular