જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાની ગતિ મંદ પડયા પછી તેમાં ગઈકાલે વધારો થયો છે અને દર્દીઓની સંખ્યા ડબલ ફિગરની થઇ છે. છેલ્લા 24 કલાકના સમયગાળા દરમિયાન જામનગર જિલ્લામાં 10 પોઝિટિવ કેસ નોંધાયા છે. જો કે મૃત્યુના મામલે રાહત છે અને છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી.
જામનગર શહેરના છેલ્લા 24 કલાક માં 06 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે ગ્રામ્યના 04 પોઝિટિવ કેસ નોંધાયા છે. જામનગર શહેરના 06 દર્દીને રજા મળી છે,જ્યારે ગ્રામ્યના 09 દર્દીને રજા આપવામાં આવી છે. છેલ્લા ત્રણ સપ્તાહથી કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો સિંગલ ડિજિટ માં જ રહ્યો હતો,જેમાં ગઇકાલે વધારો થયો છે. જેથી કોરોના ના મામલે ફરીથી ચિંતા ફેલાઇ છે, અને લોકોએ સાવચેત રહેવું જરૂરી છે.
છેલ્લા 24 કલાક ના સમયગાળા દરમિયાન જામનગરની જી.જી.હોસ્પિટલમાં વઘુ એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી જેથી જામનગર જિલ્લામાં કુલ મૃત્યુનો આંક 1,050 નો યથાવત રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન જામનગર શહેરના 06 દર્દી ડિસ્ચાર્જ થયા છે, જ્યારે ગ્રામ્યના 03 દર્દીને રજા આપવામાં આવી છે.
જામનગર શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન 06 પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર શહેરનો કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 7,856 નો થયો છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ 04 કેસ નોંધાયા હોવાથી કુલ આંકડો 2,381 નો થયો છે અને સમગ્ર જિલ્લામાં કુલ 10,234 લોકો કોરોના સંક્રમિત બન્યા છે.