સતત 9 દિવસથી ગુજરાત સહીત દેશભરમાં પેટ્રોલના ભાવો વધી રહ્યા છે. ત્યારે રાજસ્થાનમાં પેટ્રોલનો સૌથી વધુ ભાવ છે. અહી 1 લીટર પેટ્રોલની કિંમત રૂ.100 કરી દેવામાં આવી છે. તો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ પેટ્રોલના ભાવ રૂ.99 પાર છે. દેશમાં પ્રથમ વખત પેટ્રોલની કિંમત રૂ.100ને પાર થઇ છે. ત્યારે ગુજરાતના મહાનગરોમાં પણ પેટ્રોલની કિંમતો રૂ.85થી વધુ છે. પેટ્રોલની સાથે સાથે દેશમાં ડીઝલ અને રાંધણગેસના ભાવો વધતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
ગુજરાતના શહેરોમાં પટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલમાં 33પૈસા જયારે ડીઝલમાં 34 પૈસાનો વધારો થયો છે. આજે સતત દસમાં દિવસે પેટ્રોલના ભાવમાં વધારો થયો છે.છેલ્લા દસ દિવસમાં પેટ્રોલ 2.92 રૂપિયા મોંઘુ થયું છે.જયારે ડીઝલ 3.16 રૂપિયા મોંધુ થયું છે. ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં પેટ્રોલના ભાવો રૂ.86 પાર થઇ ગયા છે.
છેલ્લા એક વર્ષમાં મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગની આવક છેલ્લા પાંચ વર્ષની સરખામણીમાં તળિયે જતી જોવા મળી છે. આર્થિક મંદી અને કોરોનાની મહામારીને કારણે બેરોજગારીનું પ્રમાણ છેલ્લા ૪૬ વર્ષમાં સૌથી વધુ જોવા મળે છે. જીડીપી નેગેટિવ છે. મોંઘવારીએ માઝા મૂકી છે ત્યાં વધતા જતા પેટ્રોલ અને ડીઝલના ભાવોએ સામાન્ય માણસની હાલત પડતા પર પાટુ મારવા જેવી કરી છે.