અફઘાનિસ્તાનની એક મસ્જિદમાં બોમ્બ બનાવવાના ક્લાસ દરમિયાન ધમાકો થવાથી 30 તાલિબાની આતંકવાદીઓના મોત થયા છે. એક રિપોર્ટ પ્રમાણે, અફઘાન નેશનલ આર્મીએ એક નિવેદનમાં આ જાણકારી આપી છે. કહેવામાં આવ્યું કે માર્યા ગયેલા લોકોમાં 6 વિદેશી પણ હતા. આ અકસ્માત શનિવારની સવારે થયો. દૌલતાબાદના કુલતક ગામની મસ્જિદમાં તાલીબાની આતંકવાદીઓને બોમ્બ અને ઈંઊઉ બનાવવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી.
અફઘાન નેશનલ આર્મીનું કહેવું છે કે, અકસ્માત એટલો ભયંકર હતો કે મૃતદેહો ઘણા વધારે ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે જેના કારણે માર્યા ગયેલા વિદેશી લોકોની ઓળખ નથી થઈ શકી. તો અફઘાનિસ્તાનના સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે, અન્ય ઘટનામાં કુંદુજ પ્રોવિન્સમાં તાલિબાન તરફથી પ્લાન્ટ કરવામાં આવેલા ઈંઊઉમાં ધમાકો થવાથી 2 બાળકોના મોત થઈ ગયા. ગત કેટલાક મહિનામાં અફઘાનિસ્તાનમાં તાલિબાની હુમલાની ઘટનાઓ વધી ગઈ છે.