જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા શખ્સના મકાનમાંથી પોલીસે રેઈડ દરમિયાન ઈંગ્લીશ દારૂની 50 બોટલ કબ્જે કરી આરોપીની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગરમાં આવેલા હનુમાનજી મંદિર પાછળ રહેતા કેયુર ઉર્ફે કેયલો ગીરીશ ડોબરીયા નામના શખ્સના મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પીએસઆઈ આર.એલ. ઓડેદરા તથા સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા રૂા.33 હજારની કિંમતની ઈંગ્લીશ દારૂની 50 બોટલ મળી આવતા દારૂનો જથ્થો કબ્જે કરી નાશી ગયેલા કેયુરની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.