Monday, December 23, 2024
Homeરાજ્યભાણવડના અતિચકચારી લેન્ડ ગ્રેબિંગના ગુનામાં મહિલા વકીલની ધરપકડ

ભાણવડના અતિચકચારી લેન્ડ ગ્રેબિંગના ગુનામાં મહિલા વકીલની ધરપકડ

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ લાગુ કરવામાં આવેલા ભૂમાફિયા વિરોધી એવા લેન્ડ ગ્રેબિંગનો પ્રથમ ગુનો આશરે વીસેક દિવસ પૂર્વે ભાણવડ તાલુકામાં નોંધાયો હતો. જે સંદર્ભે એક ટ્રસ્ટની કરોડો રૂપિયાની કિંમત ધરાવતી હજારો ફૂટ કિંમતી જગ્યા ઉપર દબાણ કરવા સબબ બાલ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ બે મહિલાઓ સહિત પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

- Advertisement -

આ ચકચારી પ્રકરણમાં મુખ્ય તપાસનીશ અધિકારી ડી.વાય.એસ.પી. હિરેન્દ્ર ચૌધરી દ્વારા વિવિધ પાસાઓને તપાસી અને આ કૌભાંડમાં કાયદાકીય આંટીઘૂંટી કેળવી અને આરોપીઓને મદદગારી કરવા સબબ ભાણવડના વયોવૃદ્ધ એડવોકેટ મીનાબેન ત્રીવિક્રમરાય નાણાવટીની વિવિધ પુરાવા એકત્ર કરી ગઈકાલેે રવિવારે ધરપકડ કરી હતી. તેમને અહીંની લેન્ડ ગ્રેબિંગ સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરતાં નામદાર અદાલતે આ મહિલાને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ મુખ્ય બે આરોપી એવા આરતીબેન દીપકભાઈ પંડિત અને કૃપાબેન રસિકલાલ ઠાકોર બાદ અન્ય એક આરોપી રામભાઈ નાથાભાઈ ગઢવીની પણ ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે અન્ય બે આરોપી એવા મૂળ મોવાણ ગામના સાજણ રામભાઈ બુચડના આગોતરા જામીન રદ થતાં તેમજ અન્ય એક આરોપી એવા અમદાવાદના નિલેશ નામના શખ્સને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

- Advertisement -

લેન્ડ ગ્રેબિંગના આ અતિ ચકચારી પ્રકરણમાં ઊંડાણપૂર્વક અને કોઈની પણ શેહશરમ રાખ્યા વગર તથા દબાણમાં ન આવીને જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર ગુનાની તપાસ ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરી તથા લેન્ડ ગ્રેબિંગ સ્કવોર્ડના એ.એસ.આઇ. શક્તિસિંહ જાડેજા, હરદાસભાઇ ચાવડા તથા મહિલા પી.એસ.આઈ. એમ.જે. સાગઠીયા દ્વારા કરવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular