Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતજલારામ સદાવ્રતને 201 વર્ષ પૂર્ણ

જલારામ સદાવ્રતને 201 વર્ષ પૂર્ણ

- Advertisement -

સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામબાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય જયસુખરામબાપા દ્વારા મંદિરમાં કોઈ પણ પ્રકારનું રોકડ દાન કે ભેટ કે સોગાદ સ્વીકાર્યા વગર ચલાવવામાં આવતા સદાવ્રતને આજે એકવીસ તેમજ પૂજ્ય જલારામબાપા દ્વારા સદાવ્રત શરૂ કર્યાને 201 વર્ષ પૂર્ણ થયા છે. ઉલ્લેખનીય છે કે જલારામ ધામ તરીકે પ્રખ્યાત એવા વીરપુરમાં છેલ્લા કોરોના કાળને બાદ કરતાં બે સદીથી પ્રસાદીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

- Advertisement -

આજે શનિવાર અને મહા સુદ બીજનો સુવર્ણ દિવસ વીરપુર પૂજ્ય જલારામબાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય જયસુખરામ બાપા દ્વારા એક અભૂતપૂર્વ નિર્ણય લેવામાં આવ્યો હતો કે મંદિર દ્વારા એક પણ રૂપિયાનું દાન કે ભેટ સોગાતનો સ્વીકારવામાં નહિ આવે. આવો ન ભૂતો ન ભવિષ્યતિ કહી શકાય તેવા નિર્ણયને એકવીસ વર્ષ પૂર્ણ થઈ ગયા. આ 21 વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓએ પૂજ્ય બાપાની જગ્યામાં પ્રસાદીનો લાભ લીધો હશે. છતાંય હજુ વિરપુરમાં મંદિર દ્વારા પહેલાની જેમ જ સદાવ્રત ચાલી રહ્યું છે, અહીંથી ક્યારેય કોઇ પ્રસાદી લીધા વગર કે ભૂખ્યા જતું નથી. અહીંની પ્રસાદીનો પણ મહિમા અપરંપાર છે. ગમે તેટલા શ્રધ્ધાળુઓ ઉમટી પડે, અહીં ક્યારેય પ્રસાદી ઘટતી નથી કે કોઇ ભૂખ્યા જતું નથી.

પૂજ્ય બાપાની જગ્યામાં દાન સ્વીકારવાનું બંધ કરવાથી બાપાના દુનિયાભરમાં ફેલાયેલા અસંખ્ય ભક્તોએ પોત પોતાના સ્થળોએ બાપાની યાદમાં અન્નક્ષેત્રોની સફળતાપૂર્વક સ્થાપના કરી અને બાપાના પ્રિય કાર્યને આગળ વધાર્યું છે. સાથે આજે પૂજ્ય જલારામ બાપાએ શરૂ કરેલા સદાવ્રતને પણ 201 વર્ષ પૂર્ણ થયા છે. અહીં જે રીતે સંચાલન કરવામાં આવી રહ્યું છે તેમાંથી પણ મેનેજમેન્ટ ગુરુઓ શીખી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular